હાલોલ-પટેલ પરિવારની દીકરીનું અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં મોત,2 જી જૂને તેઓ તબીબી સારવાર માટે લંડન થી ભારત આવ્યા હતા
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૨.૬.૨૦૨૫
અમદાવાદ ખાતે થયેલ પ્લેન દુર્ઘટનામાં વર્ષોથી હાલોલ માં રહેતી અને હાલમાં લંડન ખાતે સ્થાયી થયેલ પરણીતા દુર્ઘટના ગ્રસ્ત વિમાનમાં ભોગ બનેલી પરણીતાના હાલોલ ખાતેના ઘરે સોસાયટીના રહીશો આ દુઃખદ સમાચાર ને લઇ શોકમગ્ન થઈ ગયા હતા.હાલોલ ના બસ સ્ટેન્ડની સામે આવેલ વૈશાલી સોસાયટી માં છેલ્લા 40 વર્ષથી રહેતા સ્વ.વિષ્ણુભાઈ પટેલ ની દીકરી રૂપલબેન નું બાળપણ તેમજ ભણતર હાલોલ ખાતે થયેલ ત્યારબાદ આણંદના ઓડ ગામે રહેતા પીનલભાઈ પટેલ સાથે તેમના લગ્ન થયા હતા. લગ્ન બાદ સન ૨૦૦૯ થી તેઓ તેમના પતિ સાથે લંડન સ્થાયી થયા છે તેમના દાંપત્યજીવનમાં ત્રણ સંતાનો તેમજ પતિ સાથે હાલમાં લંડન માં રહે છે. તેમ જાણવા મળે છે.રૂપલબેન પટેલ ૨ જૂનના રોજ તેઓની તબીબી સારવાર અર્થે ભારત આવ્યા હતા તે પૂર્ણ થતા આજરોજ અમદાવાદ થી લંડન જઈ રહેલ વિમાનમાં સવાર થઈ લંડન પરત ફરી રહ્યા હતા.જેને લઈને તેમનો ભાઈ પવન પટેલ બેનને એરપોર્ટ ખાતે સહી સલામત રીતે મૂકી હાલમાં નડિયાદ ખાતે તેઓના ઘરે પરત ફર્યા હતા અને થોડી જ વારમાં પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર મળતા તેઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા.ઘટના સ્થળે પોતાની બહેન ની સાથે જ બનેલી દુર્ઘટના જોઇને પવનના હોષ ઉડી ગયા હતા અને બહેનની શોધખોળ આદરી હતી આ ઘટનાને લઇ ઘટનામાં ભોગ બનનાર રૂપલબેન પટેલના ભાઈ પવન સાથે સાંજે ૭.૦૦ વાગ્યાની આસપાસ વાતચીત કરતા તેને જણાવ્યું હતું કે મારી બહેન હજુ મળેલ નથી પણ તેની ઓળખ માટે તંત્ર દ્વારા ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે.