AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્લેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, રાહતકાર્યોની સમીક્ષા કરી

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ટેકઓફ સમયે પેસેન્જર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા થયેલા ભારે નુકસાનીને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને બચાવ તેમજ રાહત કામગીરી અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર જાણકારી મેળવી.

આ અવસરે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જી. કિશન રેડ્ડી, કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજ જોશી, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ સહિત વહીવટીતંત્રના અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

દુર્ઘટનાસ્થળે બચાવ કામગીરી ઝડપથી પૂર્ણ થાય અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સહાય અને સારવાર મળે તે માટે તંત્રને સૂચનાઓ આપવામાં આવી હતી. અમિત શાહે દુર્ઘટનામાં ગુમાવેલા નિર્દોષ મુસાફરો માટે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સંયુક્તપણે તમામ જરૂરી પગલાં ભરી રહી છે અને તપાસના નિષ્કર્ષ સુધી ઘટનાની સંપૂર્ણ પારદર્શિતા રહેશે.

મુખ્યમંત્રીએ પણ જણાવ્યું કે રાજ્ય સરકાર ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવાનું સુનિશ્ચિત કરી રહી છે અને મૃતકોના પરિવારજનોને યથાસંભવ સહાય આપવામાં આવશે. પોલીસ અને એનડીઆરએફ ટીમો સતત કાર્યરત છે અને વિસ્તારનું સંપૂર્ણ સેનિટાઇઝેશન તથા તપાસ કાર્ય ચાલુ છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ હાલમાં સ્થળ પર રિસ્ક અસેસમેન્ટ, બ્લેકબોક્સ રિકવરી અને પ્રાથમિક ટેક્નિકલ તપાસ ચાલી રહી છે. પૂરતું રાહત દળ તૈનાત છે અને લોકોને હાલમા વિસ્તારમાં ન જવાની અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!