KARJANVADODARA

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં કરજણ તાલુકાના સાસરોદ ગામના પતિ.પત્ની અને જમાઈનું મોત

કરજણ તાલુકાના સાંસરોદ ગામના 3 લોકોના પ્લેન દુર્ઘટમાં મોત થવા પામ્યા હતા ઈદ મનાવવા ઘરે આવ્યા હતા.ઈદ મનાવીને લંડન જતા આ ઘટના ના શિકાર બન્યા

નરેશપરમાર.કરજણ,

કરજણ તાલુકાના સાંસરોદ ગામના રહેવાસી તાજું આદમ અને તેમના પત્ની તાજું હસીના આદમનું અમદાવાદમાં એર ઈન્ડિયાના પ્લેન ક્રેશમાં કરુણ મોત થયું છે. તેઓ લંડન જતી ફ્લાઈટમાં સવાર હતા. આ દુર્ઘટનામાં તેમના જમાઈ, ભરૂચના કોલવણા ગામના અલ્તાફડુસેન પટેલ પણ તેમની સાથે ફ્લાઈટમાં હતા. તાજું આદમ અને હસીના આદમ છેલ્લા લગભગ 30 વર્ષથી લંડનમાં રહેતા હતા અને એક મહિના પહેલા જ પોતાના વતન સાંસરોદ આવ્યા હતા. એક મહિનો વતન રહ્યા બાદ તેઓ લંડન પરત જવા માટે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ગયા હતા ત્યારે આ દુર્ઘટના બની. આ ઘટનાથી કરજણમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Back to top button
error: Content is protected !!