BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
મોબાઈલ-લેપટોપ ચોરીનો ભેદ ઉકેલાયો:અંકલેશ્વરના શ્રીજીનગરમાંથી ચોરી કરનાર બે આરોપી ઝડપાયા, એક ફરાર

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના ગડખોલ ગામના શ્રીજીનગર વિસ્તારમાં થયેલી મોબાઈલ અને લેપટોપની ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. થોડા દિવસ પહેલા રાત્રિ દરમિયાન એક મકાનમાંથી બે મોબાઈલ અને લેપટોપની ચોરી થઈ હતી.
ભરૂચ ક્રાઈમ બ્રાંચની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસમાં અરબાઝ શાહ, ઔરંગઝેબ શેખ અને દાનીશ શેખની સંડોવણી સામે આવી હતી. પોલીસને બાતમી મળી કે અરબાઝ શાહ અને દાનીશ શેખ મીરાનગર ખાતે તેમના ઘરે હાજર છે.
પોલીસે દરોડો પાડીને બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પૂછપરછમાં તેમણે ચોરીની કબૂલાત કરી હતી. આરોપીઓએ જણાવ્યું કે ચોરી કર્યા બાદ મોબાઈલના લોક તોડવા માટે તેમના મિત્ર દાનીશ સમીમ શેખનો સંપર્ક કર્યો હતો. પોલીસે ત્રીજા આરોપી ઔરંગઝેબને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.



