AHAVADANGGUJARAT

ડાંગમાં BAPS સંસ્થાનાં સહયોગથી રંભાસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નોટબુકનું વિતરણ કરાયુ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં આશીર્વાદ અને પ્રગટ ગુરુહરી મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી, BAPS સ્વામિનારાયણ સંસ્થાના સહયોગથી કાર્યરત જ્ઞાનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ડાંગ જિલ્લાનાં રંભાસ ગામે આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે શુક્રવારના રોજ એક ભવ્ય નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે શાળાના તમામ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ વિતરણ કાર્યક્રમમાં નવસારી (આટ ગામ)નાં દાતાઓ વિરલભાઈ ભટ્ટ, અલ્પેશભાઈ ભટ્ટ અને જયભાઈ ભટ્ટ ના હસ્તે સંપન્ન થયો હતો.આ ઉમદા કાર્યમાં પૂજ્ય ધર્મકુશલ સ્વામી અને પૂજ્ય મુનીચરણ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા.અહી નોટબુક વિતરણ કાર્યક્રમ ઉપરાંત, દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે હૃદયપૂર્વકના આશીર્વાદ પણ આપવામાં આવ્યા હતા, જે ભવિષ્યમાં તેમના શૈક્ષણિક માર્ગદર્શન માટે પ્રેરણાદાયી બની રહેશે.શાળાનું સંચાલન કરતા પૂજ્ય ધર્મકુશલ સ્વામીએ આ તકે દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે દાતાઓના સેવાભાવની સરાહના કરતાં ભવિષ્યમાં પણ આવા પુણ્યના કાર્યો કરતા રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.આ કાર્યક્રમ BAPS સ્વામિનારાયણ સંસ્થાના સમાજ સેવાના કાર્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડે છે. આ પ્રકારના સેવા કાર્યો સમાજમાં શિક્ષણના પ્રચાર-પ્રસારમાં અત્યંત મદદરૂપ થાય છે..

Back to top button
error: Content is protected !!