
નર્મદા જિલ્લામાં ૧૧૨ ગ્રામ પંચાયતની ચુંટણીની તૈયારી પુરજોશમાં : કેટલીક ગ્રામ પંચાયતો સમરસ બની
જિલ્લામાં ૨૨મીએ પાંચ તાલુકામાં ચૂંટણી યોજાશે
રાજપીપળા: જુનેદ ખત્રી
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરાયેલી સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતની ચૂંટણી ૨૦૨૫ તથા રાજપીપલા પ્રાંત અધિકારી દ્વારા મળેલ વિગતો મુજબ નર્મદા જિલ્લાના નાંદોદ, તિલકવાડા અને ગરુડેશ્વર તાલુકાઓમાં ગ્રામ પંચાયતોની સામાન્ય તથા પેટા ચુંટણીઓ યોજાવાની છે. નર્મદા જિલ્લામાં પાંચ તાલુકામાં કુલ ૧૧૨ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. જેમાં કેટલીક ગ્રામ પંચાયતો ચૂંટણી પહેલા સમરસ થઈ છે.
નાંદોદ તાલુકાની ૯ ગ્રામ પંચાયતોમાં સરપંચની ચુંટણી યોજાશે, અને કુલ ૬૭ વોર્ડમાં સભ્યોની ચુંટણી યોજાશે. ૬ વોર્ડ બિનહરીફ જાહેર થયા છે અને ૧ વોર્ડ ખાલી રહેલ છે. પેટા ચુંટણી અંતર્ગત ૪ ગામોમાં સરપંચ અને ૩ વોર્ડમાં સભ્યો માટે ચુંટણી યોજાશે, જ્યારે ૫ વોર્ડ બિનહરીફ અને ૧૫ વોર્ડ ખાલી રહેલ છે. નાંદોદમાં કોઈ બિન હરિફ પંચાયત જાહેર થયેલ નથી.
તિલકવાડા તાલુકામાં ૧૪ પૈકી ૧૦ ગામમાં સરપંચની ચુંટણી યોજાશે. પુંછપુરા, વજેરીયા, તથા જલોદરા ૩ ગામો બિનહરીફ જાહેર થયા છે, વઘેલી ગામના સરપંચ બિનહરીફ જાહેર થયેલ છે. કુલ ૧૧૬ વોર્ડ પૈકી ૬૧ વોર્ડમાં ચુંટણી યોજાશે, ૫૨ વોર્ડ બિનહરીફ છે અને ૩ ખાલી રહેલ છે. તિલકવાડાની પેટા ચુંટણીમાં કુલ ૮ માંથી ૧ ગામમાં સરપંચની ચુંટણી યોજાશે, ૨ વોર્ડ બિનહરીફ અને ૭ વોર્ડ ખાલી રહેલ છે.
ગરુડેશ્વર તાલુકાની ૨ ગ્રામ પંચાયત પૈકી કારેલી ગામમાં સરપંચની ચુંટણી યોજાશે, જ્યારે ટીમરવા ગામ બિનહરીફ જાહેર થયેલ છે. અહીં ૭ વોર્ડની ચુંટણી યોજાશે. ૧ વોર્ડ બિનહરીફ થયેલ છે, જ્યારે ટીમરવા ગામમાં સરપંચ સહિત તમામ વોર્ડ બિનહરીફ જાહેર થયેલ છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને મુક્ત અને ન્યાયી રીતે પાર પાડવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગરૂડેશ્વર તાલુકામાં ૧૦ ગ્રામ પંચાયત પૈકી એક ઇન્દ્રવણમાં સરપંચની ચૂંટણી યોજાશે. ૩ વોર્ડમાં બિન હરીફ જાહેર થયેલ છે. ૮ વોર્ડ ખાલી રહેલ છે.
દેડીયાપાડા તાલુકાની ૨૮ ગ્રામ પંચાયતો પૈકી કુલ-૨૭ ગ્રામપંચાયતમાં સરપંચની ચુંટણી યોજાનાર છે જ્યારે ગઢ પંચાયતમાં સરપંચ બિનહરીફ થયેલ છે. અને કુલ-૨૩૬ વોર્ડ પૈકી કુલ-૨૧૦ વોર્ડમાં સભ્યોની ચુંટણી યોજાશે. ૨૨ વોર્ડ બિનહરીફ જાહેર થયા છે અને ૪ વોર્ડ ખાલી રહેલ છે. પેટા ચુંટણી અંતર્ગત ૧૨ ગામોમાં કુલ-૧૪ વોર્ડ પૈકી ૧ વોર્ડમાં સભ્યો માટે ચુંટણી યોજાશે, જ્યારે ૨ વોર્ડ બિનહરીફ અને ૧૧ વોર્ડ ખાલી રહેલ છે.
સાગબારા તાલુકામાં ૧ ગ્રામ પંચાયતમાં સરપંચની ચુંટણી યોજાશે. જ્યારે કુલ-૧૦ વોર્ડમાં ચુંટણી યોજાશે. સાગબારા તાલુકાની પેટા ચુંટણીમાં-૧૦ વોર્ડ પૈકી ૧ વોર્ડની ચૂંટણી યોજાશે જ્યારે ૩ વોર્ડ બિનહરીફ અને ૬ વોર્ડ ખાલી રહેલ છે.


