GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોકુલનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોકુલનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોકુલનગર ખાતે તા. ૧૩/૬/૨૦૨૫ ના રોજ જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ મોરબી ની બ્લડ બેન્ક ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. “રકતદાન મહાદાન” ની ઉકિત ને સાર્થક કરતાં ઉપરોક્ત કેમ્પ માં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ તેમજ વિસ્તારના લોકો દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન થી વ્યક્તિગત તથા સમાજ ને થતા ફાયદા અંગે લોકોને સમજ આપવામા આવી હતી. ઉપરોક્ત કેમ્પ ને સફળ બનાવવામા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસર, સ્ટાફ તેમજ સામાજીક આગેવાનો એ મહેનત કરી હતી.






