MORBI:અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને મોરબી બાર એસોસિયેશન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

MORBI:અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોને મોરબી બાર એસોસિયેશન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ
અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું અને વિમાનમાં સવાર અનેક મુસાફરોના કરુણ મૃત્યુ થયા છે ત્યારે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે મોરબી વકીલ મંડળ દ્વારા વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ અને દિવંગતોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી હતી
બાર એસો દ્વારા આજે વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી મોરબી બાર એસોના તમામ વકીલોએ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના કામોને પણ યાદ કર્યા હતા મોરબી ભાજપના પીઢ આગેવાન અને સીનીયર એડવોકેટ પ્રદીપભાઈ વાળાએ વિજયભાઈ રૂપાણી સાથેના સંસ્મરણો યાદ કર્યા હતા અને તેઓ લંડન જવાના હોવા અંગે વાત થઇ હતી અને વિજયભાઈ રૂપાણીના દુખદ અવસાનથી શોક વ્યક્ત કર્યો હતો








