સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘની કારોબારી સભા નવા સર્કિટ હાઉસ, હિંમતનગર મુકામે યોજાઇ.

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘની કારોબારી સભા નવા સર્કિટ હાઉસ, હિંમતનગર મુકામે યોજાઇ.
સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભારત સ્કાઉટ-ગાઈડ સંઘની કારોબારી સભા સર્કિટ હાઉસ હિંમતનગર મુકામે તારીખ 14 જુન 2025ને શનિવારના રોજ યોજવામાં આવી હતી. અરવલ્લી જિલ્લા ચીફ કમિશનર શ્રીમતિ સંગીતાબેન સોની તથા સાબરકાંઠા જિલ્લા ચીફ કમિશનર શ્રી અતુલભાઇ દીક્ષિત તેમજ અન્ય હોદ્દેદાર શ્રીઓ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી સભાની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ મુકામે પ્લેન અકસ્માત થી મૃત્યુ પામેલા ભારતીય નાગરિકોને મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા ટ્રેનીંગ ગાઈડ કમિશનર વૈશાલીબેન પટેલે કારોબારીના તમામ સભ્યોનું સ્વાગત કર્યું હતું. સ્કાઉટ કમિશનર નીતિનભાઈ ગુર્જરે સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને સાબરકાંઠા જિલ્લામાં અને અરવલ્લી જિલ્લામાં વધુમાં વધુ રાજ્ય પુરસ્કાર બાળકો થાય એવી સૂચનાઓ આપીને કેવી રીતે કામગીરી કરવી તેનું માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ જિલ્લા ચીફ કમિશનર શ્રી અતુલભાઇ દીક્ષિત દ્વારા એજન્ડા પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં વર્ષ દરમિયાનના કાર્યક્રમો તેમજ બેઝિક અને એડવાન્સ તાલીમ કોર્સ શિક્ષકો માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે જુલાઈ માસમાં યોજવામાં આવશે તેની માહિતી આપવામાં આવી હતી. 21 મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી 15 જૂનથી 20 જૂન જ્યાં સ્કાઉટ ગાઈડ સંઘ ની પ્રવૃત્તિ ચાલે છે ત્યાં તે ગામ-નગર માં જાહેર સ્થળ પર સ્કાઉટ ગાઈડ દ્વારા નાગરિકોને યોગ કરાવવામાં આવશે તેની સંપૂર્ણ માહિતી આપી હતી. ત્યારબાદ સ્કાઉટ ગાઈડ ના કેટલાક પ્રશ્નોનું નિરાકરણ ને છણાવટ કરવામાં આવી હતી અને છેલ્લે સભાના અંતે સોનલબેન ડામોર જિલ્લા રેંજર કમિશનર આભાર વિધિ રજૂ કરી હતી અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ કારોબારી સભ્યોએ સાથે ભોજન લીધું હતું.


