
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
પ્લેન ક્રેશ મામલો : મોડાસા શહેરના ખાનજી પાર્કમાં રહેતા પરિવારની દીકરી નુસરતબાનું ના દુઃખદ નિધન ને લઈ સાંત્વના પાઠવી
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમીતીના આગોવાનો,કાર્યકરોએ શોકની લાગણી સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું.
અમદાવાદ શહેરના મેઘણીનગર વિસ્તારમાં ગુરુવાર બપોરે 242 જેટલા યાત્રીઓ ભરેલું લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું.પ્લેન માં સવાર યાત્રીઓ સહિત અન્ય લોકોના પણ નિધન થયા હતા.પ્લેનમાં સવાર અરવલ્લી જિલ્લાની ત્રણ મહિલા યાત્રી ઓના નિધન થતા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમીતીના આગોવાનો,કાર્યકરોએ શોકની લાગણી સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું. મોડાસા શહેરના ખાનજી પાર્કમાં રહેતા પરિવારની દીકરી નુસરતબાનું ના દુઃખદ નિધન ને લઈ સાંત્વના પાઠવી હતી.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારને મીડિયા કર્મીઓએ મોડાસા ના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રીએ પ્લેન દુર્ઘટનામાં અરવલ્લી યુવા મોરચાના પ્રમુખ ઘટના સ્થળ નજીક હાજર હતા તે દરમિયાન અમિશ પટેલે 200 જેટલા મૃતદેહ ક્રેશ થયેલા વિમાનમાંથી બહાર કાઢવાના મંત્રી ભીખુસિંહજી પરમારે મીડિયા સમક્ષ આપેલ નિવેદનને પૂછેલા સવાલ ને લઈ અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમખ કમલેન્દ્રસિંહ પુવારે સરળ ભાષમાં સવાલનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે જો સરકાર જાહેર કરે તો અમે પણ સન્માન કરશું તેવા વ્યક્તિનું તેવું નિવેદન આપ્યું હતું. સાથે કહ્યું હતું કે સારા કામ ને આવકાર્ય છે.





