GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના મોટા ભોજપરા ગામે ખેડૂતે ખેતરમાં રાખેલ મગફળીનો પાલો તથા જારની કડબનો ઢગલો સળગવાનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

 

WAKANER:વાંકાનેરના મોટા ભોજપરા ગામે ખેડૂતે ખેતરમાં રાખેલ મગફળીનો પાલો તથા જારની કડબનો ઢગલો સળગવાનાર શખ્સ વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

 

 

વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે ખેડૂતે ખેતરમાં રાખેલ મગફળીનો પાલો તથા જારની કડબનો ઢગલો આરોપીએ સળગાવી દઈ ખેત પેદાશોનુ અંદાજીત ૬૫ થી ૭૦ હજારનું નુકસાન કરી નાસી જનાર શખ્સ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે રહેતા ખેતી કરતા એઝાજએહમદ ઇસ્માઇલભાઇ માથકીયા (ઉ.વ.૩૪) એ તેમના જ ગામના આરોપી રામદેવ ઉર્ફે મેહુલભાઈ લાભભાઈ સારલા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની પાધરની વાડીએ રાખવામા આવેલ મગફળીનુ ડુર(પાલો) ઢગલો તથા જારની કડબનો ઢગલો કરેલ હોય તે ઢગલામા આરોપીએ તેમા આગ લગાવી સળગાવી દઇ ખેત પેદાસનુ અંદાજીત પાસઠ હજારથી સીતેર હજાર જેટલુ નુકશાન કરી નાશી ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો આગળ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!