GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી પુરવઠાના ગોડાઉનમાં જથ્થો પૂરો પાડવા જાણ કરતા અધિકારીને એક શખ્સે વ્હોટસેપ કોલ કરી ગાળો આપી 

MORBI:મોરબી પુરવઠાના ગોડાઉનમાં જથ્થો પૂરો પાડવા જાણ કરતા અધિકારીને એક શખ્સે વ્હોટસેપ કોલ કરી ગાળો આપી

 

 

મોરબી જીલ્લાના પુરવઠાના ગોડાઉનોમા ઘઉં તથા ચોખાનો જથ્થો તથા મજુરોની વ્યવસ્થા પુરી કરવા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.ના નાયબ જીલ્લા મેનેજર તથા મોરબી જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા આશીયાના કોટન વર્કસને જાણ કરતા આશીયાના કોટન વર્કસના પ્રતિનીધીને સારૂ ન લાગતા આરોપીએ નાગરિક પુરવઠા નિગમ લિ.ના મેનેજરને ફોન પર ગાળો આપી હોવાની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશિપની બાજુમાં હરીઓમ પાર્ક સોસાયટી માં રહેતા અને ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.ના નાયબ જીલ્લા મેનેજર ગ્રેડ-૨ તરીકે નોકરી કરતા દેવેન્દ્રસિંહ ઉદેસિંહ સોલંકી (ઉ.વ.૩૪) એ આરોપી મહેબૂબભાઈ આઇ સોલંકી રહે. પોપટપરા રાજકોટવાળા વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા મોરબી જીલ્લા પુરવઠા અધિકારી દ્રારા આશીયાના કોટન વર્કસ દ્રારા મોરબી જીલ્લાના તાલુકાના પુરવઠાના ગોડાઉનોમાં ઘઉં તથા ચોખાનો જથ્થો તથા મજુરોની વ્યવસ્થા સમયસર પુરી નહી કરતા અવાર નવાર મૌખીક તથા વ્હોટસેપ તથા ટેલીફોનીક તથા લેખીતમાં સમયસર પુરવઠો તથા મજુરો પુરા પાડવા બાબતે જાણ કરતા આ કામના આશીયાના કોટન વર્કસના પ્રતિનીધી આરોપી મહેબૂબભાઈને સારુ નહી લાગતા પોતાના મોબાઈલ ઉપરથી ફરીયાદી પોતાના ઘરે હતા દરમ્યાન ફરીયાદીના મોબાઈલ ઉપર વ્હોટસેપ કોલ કરી ગાળો આપી ધાકધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!