THARAD
થરાદની નર્મદા કેનાલમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદ તાલુકાની નર્મદા મુખ્ય કેનાલમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જમડા પુલ અને લુણાલ પુલ વચ્ચેના વિસ્તારમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો.તેના જમણા હાથમાં ચાંદીની વીંટી અને ડાબા હાથમાં કાળા રંગની ઘડિયાળ પહેરેલી છે. જમડા પુલ અને લુણાલ પુલ વચ્ચેના વિસ્તારમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો.સ્થાનિક રહીશોએ પાણીમાં તરતા મૃતદેહની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરી હતી.ફાયર ઓફિસર વિરમજી રાઠોડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો.
મૃતકની ઓળખ માટે આ સિવાય કોઈ અન્ય પુરાવા મળ્યા નથી.ફાયર વિભાગે જાહેર જનતાને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ મૃતક યુવકને ઓળખતી હોય તો તેના પરિવારજનોને જાણ કરવા વિનંતી કરી છે. વધુ માહિતી માટે થરાદ ફાયર વિભાગનો સંપર્ક કરી શકાય છે.





