રિપોર્ટર યોગેશ કાનાબાર રાજુલા
અમદાવાદમાં લંડન જતી ફ્લાઇટ વિમાનની દુર્ઘટનામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા બાદ ગુજરાતી લોકોના ડીએન મેચ થયા બાદ પાર્થિવદેહ પરિવારને સોંપવામાં આવી રહ્યં છે અને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં અંતિમવિધીઓ કરવામાં આવી રહી છે આજે અમરેલી જિલ્લામાં વડીયામાં અર્જુનભાઈ મનુભાઈ પટોળીયા નામના યુવકનો પાર્થિવદેહ વતન વડીયા પોંહચીયો આજે અંતિમ વિધિમાં સ્થાનિક લોકો પરિવારના સગા સબંધી સ્થાનિક આગેવાનો વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા સહીત લોકો જોડાયા હતા અને મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી.
વડિયાના અર્જુનભાઈ પટોળીયા રહેવાસી છે વર્ષોથી લંડન રહેતા હતા લંડનમાં અર્જુનભાઈની પત્ની ભારતીબેન બીમારીથી પીડાતા હતા અવસાન થતા વતન વડિયા કેટલીક વિધિઓ અને અસ્થિ વિસર્જન કરવા માટે આવ્યા હતા આ વિધિઓ કર્યા બાદ લંડન જતા અર્જુનભાઈ પટોળીયા સામેલ હતા અને અર્જુનભાઈનું મોત થયું હતું પત્નીનું અગાવ અવસાન થયેલું છે બે બાળકીઓ માતા પિતા વગર નોધારા બન્યા અને હાલ લંડન છે આજે અંતિમ વિદાઈમાં અર્જુનના માતા અને અર્જુનના નાના ભાઈ ગોપાલભાઈ હાજર રહ્યા હતા અંતિમ વિધિ કરવામાં આવી હતી.