
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભય પણે મતદાન કરી શકે તે માટે દારૂ અને નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ

ચૂંટણી પંચની સૂચના મુજબ, ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભય પણે મતદાન કરી શકે તે માટે દારૂ અને નશાકારક ચીજોના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. જેને અનુલક્ષીને જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી શાલિની દુહાને, મુંબઈ પ્રોહીબીશન અધિનિયિમ-૧૯૪૯ ની કલમ-૧૪ર(૧) હેઠળ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિ બંધો જાહેર કરાયા છે. જેમાં મતદાનનો સમય પુરો થવાના કલાક સાથે પુરા થાય તે રીતે ૪૮ કલાકનો સમય એટલે કે તા.૨૦/૦૬/૨૦૨૫ ના સાંજના ૫-૦૦ કલાકથી તા.૨૨/૦૬/૨૦૨૫ ના રાત્રીના ૭-૦૦ કલાક (જો પુનઃ મતદાન થાય તો પુનઃ મતદાનનો દિવસ પણ આવરી લઇ) દારૂ વેચાણ કરવા/પીરસવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. તેમજ આ સમયગાળાને “ડ્રાય ડે” તરીકે જાહેર કરવામાં આવેલ છે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે. આ માટે ડાંગ જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ સબ ઇન્સપેક્ટર કે તેનાથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અઘિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરૂદ્ધ ફરિયાદ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.
આ જાહેરનામું તા.૨૦/૦૬/૨૦૨૫ ના સાંજના ૫-૦૦ કલાકથી તા.૨૨/૦૬/૨૦૨૫ ના રાત્રીના ૭-૦૦ કલાક (જો પુનઃ મતદાન થાય તો પુનઃ મતદાનનો દિવસ પણ આવરી લઇ) સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામું સમગ્ર ડાંગ જિલ્લામાં લાગુ પડશે.




