
યોગેશ કાનાબાર રાજુલા
હવામાન વિભાગે આગામી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
એને લઇને આજે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાને મેઘરાજાએ ધમરોળ્યા છે. એને લઇને અનેક નદીઓ બે કાંઠે થઇ છે, તો ક્યાંક નદીઓનાં પાણી ગામમાં ઘૂસી ગયાં છે.મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જાણે કે કલાકોમાં જ જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હોય એમ અનેક કોઝ-વે ધોવાઇ ગયા છે, તો ઘણા રસ્તા બંધ કરવા પડયા છે. બીજી તરફ અનેક વૃક્ષો અને હોર્ડિંગ્સ પણ ધરાશાયી થયાં છે, અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે. જ્યારે અનેક જગ્યાએ વીજળી ડૂલ થઇ ગઇ છે, જોકે રાહતની વાત એ છે કે અંગ દઝાડતી ગરમી અને અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી છે.
ત્યારે સમગ્ર રાજુલા તાલુકામાં આજે મેઘરાજે મહેર કરી છે જોકે આ મહેરમાં ઘણી નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે ત્યારે મળતી માહિતી મુજબ રાજુલા તાલુકામાં ભારે વરસાદને લીધે રાજુલા તાલુકાના બંને ધાતરવડી ડેમ એક અને ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયા છે ત્યારે ધાતરવડી ડેમ 2 ના સાત દરવાજા તંત્ર ને ખોલવાની ફરજ પડી છે ત્યારે વધારે મળતી વિગત મુજબ રાજુલા તાલુકાનું પીપાવાવ ધામમાં પાણીના પ્રવાહમાં મજૂરો ફસાતા ત્યાં રેસ્ક્યુ કરવામાં આવ્યું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી અને પીપાવાવ ઇન્ડિયન પોસ્ટકાર્ડ ની ટીમ દ્વારા પાણીના પ્રવાહમાંથી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા અંદાજિત 22 જેટલા મજૂરોનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું અને મોટાભાગના મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા ત્યારે રાજુલામાં આ વરસાદમાં બીજી ઘટના રાજુલા શહેરના જકાતનાકા પાસે ઇલેક્ટ્રીકના પોલ પડી જતા રાજુલા સાવરકુંડલા અમરેલી રાજકોટ જવાનો રસ્તો બંધ થયેલો અને વીજળી પુરવઠો ખોરવાયો હતો ભારે વરસાદના કારણે ધાતરવડી ડેમમાં નવું પાણી આવતા આ પોલ પાણીમાં ખેંચાયા અને ઈલેક્ટ્રીક પોલ પડી જતા વાયર રોડ ઉપર આવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે રાજુલા પોલીસ દ્વારા ચાલુ વરસાદમાં કપરી કામગીરી કરી અને આ રસ્તો ખુલ્લો કરવામાં આવેલો તેમજ આ પાણીમાં ત્રણ ભેસ ડૂબી જવા પામેલ જોકે થોડા સમય બાદ ફરીથી વીજળી પુરવઠો તેમજ આ રસ્તો શરૂ કરી દેવામાં આવ્યો હતો અને રાજુલા સ્થાનિક પોલીસની મદદથી આ હાઇવે શરૂ કરી દેવામાં આવેલો રાજુલા તાલુકામાં નાનું એવું રીંગણીયાળા ગામ જ્યાં ચારે બાજુ પાણી જળબંબાકાર જોવા મળ્યું અને આ ગામમાં અવરજવર નો રસ્તો પણ બંધ થવા પામેલો મળતી વધારે વિગત મુજબ રાજુલા તાલુકાનું હડમતીયા અને દેવકા ગામની વચ્ચે આવેલી નદીમાં 25 જેટલા ઘેટા બકરા તણાયા હતા જેમાં સ્થાનિક લોકો દ્વારા 10 ઘેટાનું રેસ્ક્યુ કરવામાં આવેલું તેમજ રાજુલા તાલુકાનું વાવેરા ગામ જ્યાં 15 વર્ષમાં પહેલીવાર ગામ લોકો એ પાણી જોયું આ ગામ માં જ્યાં નજર નાખો ત્યાં પાણી પાણી જોવા મળેલ જોકે શહેરમાં આટલો વરસાદ પડતાં રાજુલા શહેરની વિવિધ સોસાયટીઓ જેવી કે મન મંદિર રેમ્બો સોસાયટી મારતી નગર એસટી વર્કશોપ સહિત ના વિસ્તારો માં પાણી ભરાયેલા ત્યારે આ વિસ્તારના લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયેલા.








