NATIONAL

15 થી 29 વર્ષના ઉંમરના લોકોમાં બેકારીનો દર વધીને 13.8 ટકાથી વધીને 15 ટકા : એનએસઓ

નવી દિલ્હી : મે, ૨૦૨૫માં બેકારીનો દર વધીને ૫.૬ ટકા રહ્યો છે. એપ્રિલમાં આ દર ૫.૧ ટકા હતો. આ આંકડા નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના માસિક પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (પીએલએફએસ)માં જાહેર કરવામાં આવ્યા છે.

૧૫ થી ૨૯ વર્ષની ઉંમરના લોકોમાં બેકારીનું પ્રમાણ વધ્યું છે. એપ્રિલમાં આ ઉંંમરના લોકોમાં બેકારીનો દર ૧૩.૮ ટકા હતો. જે મેમાં વધીને ૧૫ ટકા થઇ ગયો છે. શહેરી વિસ્તારોમાં આ દર ૧૭.૨ ટકાથી વધીને ૧૭.૯ ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં આ દર ૧૨.૩ ટકાથી વધી ૧૩.૭ ટકા થઇ ગયો છે.

મહિલાઓમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. એપ્રિલમાં ૧૫ થી ૨૯ વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓમાં બેકારીનો દર ૧૪.૪ ટકા હતો જે મેમાં વધીને ૧૬.૩ ટકા થઇ ગયો છે. આ ઉંમરના પુરુષોમાં બેકારીનો દર ૧૩.૬ ટકાથી વધી ૧૪.૫ ટકા થઇ ગયો છે. મેમાં લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (એલએફપીઆર) ઘટીને ૫૪.૮ ટકા રહી ગયો છે. જે એપ્રિલમાં ૫૫.૬ ટકા હતો. આ દર શહેરી વિસ્તારોમાં ૫૦.૭ ટકાથી ઘટીને ૫૦.૪ ટકા થઇ ગયો છે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ જે અસ્થાયી મજૂર કે વેતન વગરના સહાયકો તરીકે કામ કરે છે તેમની ભાગીદારીમાં ઘટાડો થયો છે.

Back to top button
error: Content is protected !!