
ડેડીયાપાડા ઇનરેકા સંસ્થા ખાતે વિનામૂલ્યે કોમન યોગ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવશે.
તાહિર મેમણ – ડેડીયાપાડા – 17/06/2025 – નર્મદા જિલ્લામાં આગામી 21મીના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાર્યક્રમની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ રાજપીપલા ખાતે આવેલા જિલ્લા રમત સંકુલ ધાબા ગ્રાઉન્ડમાં યોજાશે.
તાલુકા કક્ષાએ ગરૂડેશ્વરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી, તિલકવાડામાં આર્ડ્સ કોલેજ, દેડિયાપાડામાં ઇનરેકા સંસ્થા અને સાગબારામાં વેમેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કાર્યક્રમો યોજાશે.15થી 21 જૂન દરમિયાન સવારે 6થી 7 કલાક સુધી પાંચેય તાલુકાઓમાં વિનામૂલ્યે કોમન યોગ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવશે. બેઠકમાં અધિકારીઓને કલેકટરે જરૂરી સૂચનાઓ આપી હતી.


