
ફૈઝ ખત્રી.. શિનોર
શિનોર તાલુકા પોલીસ સ્ટેશન માં PI નું પહેલીવાર પોસ્ટિંગ થતા શિનોર APMC ચેરમેન સચિન પટેલ, શિનોર ડેપ્યુટી સરપંચ નીતિનભાઈ, શિનોર તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ સી.એમ.પટેલ સહિત શિનોર ના વડીલ અગ્રણીઓ એ નવ નિયુક્ત પી.આઈ. બી.એન.ગોહિલ નું ફૂલ ગુચ્છ આપી સમ્માન કરાયું હતું.
શિનોર તાલુકા પોલીસ સ્ટેશન બન્યા બાદ પી.એસ.આઈ. સુધી હતી પોલીસ સ્ટેશન ની કમાન , વર્ષો બાદ જ્યારે શિનોર પોલીસ સ્ટેશન માં પી.આઈ.લેવલે શિનોર પોલીસ સ્ટેશન માં પોસ્ટિંગ થતા શિનોર માં બે પી.એસ.આઈ સહિત એક પી.આઈ ફરજ પર હશે.તેમજ શિનોર પોલીસ સ્ટેશન ના માલસર બીટ, સેગવા બીટ, સાધલી બીટ માં ફરજ બજાવતા બીટ જમાદાર સાથે નો તમામ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
ટૂંકમાં ભારત દેશ આઝાદ થયા બાદ પહેલી વાર શિનોર પોલોસ સ્ટેશન માં પી.આઈ.નું પોસ્ટિંગ થયું છે.




