GUJARATMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદમાં ચાલુ વરસદમા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો :૧૦૬  રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી 

 

HALVAD:હળવદમાં ચાલુ વરસદમા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો :૧૦૬  રક્તની બોટલ એકત્રિત કરવામાં આવી

 

 

(મોહસીન શેખ દ્વારા મોરબી)

માન.DDO સાહેબ તથા માન.CDHO સાહેબ ના માર્ગદર્શન હેઠળ લાઈફકેર બ્લડ બેન્ક, પ્રા આ કેન્દ્ર જુના દેવળીયા,THO ઓફિસ હળવદ ના સહયોગ થી હળવદ તાલુકાના પ્રા.આ.કેન્દ્ર જુના દેવળીયા ખાતે તા.17/06/2025 ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.આ તકે મેડિકલ ઓફિસર જુના દેવળીયા તથા PHC ના તમામ સ્ટાફ ના અથાગ પ્રયત્ન થકી જુના દેવળીયા તથા આજુબાજુના ગામોમાં થી સ્ટાફ દ્વારા લોકોને પ્રોત્સાહિત કરી, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસતા વરસાદ મા લોકો દ્વારા ઉત્સાહભેર રક્તદાન કરવામાં આવ્યું અને જિલ્લા વહીવટી તંત્રની અપેક્ષા થી વધુ ૧૦૬ જેટલી રક્તની બોટલ એકત્રિત કરવામાં આવેલ અને કેમ્પ ને સફળ બનાવેલ. કેમ્પ ના અંતે મેડિકલ ઓફિસર જુના દેવળીયા દ્વારા ગ્રામ પંચાયત, તેમજ સ્થાનિક આગેવાનો અને ગામલોકોનો આભાર વ્યક્ત કરેલ

Back to top button
error: Content is protected !!