GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી ખાતે વિશ્વ યોગ દિવસ ૨૦૨૫ ઉજવણી અંતર્ગત યોગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૧૮: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય,નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.કાજલ મઢીકરમના માર્ગદર્શન હેઠળ ૧૦૦ દિવસ યોગ દિવસ ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાના એસ.બી ગાર્ડા કોલેજ ટ્રસ્ટ સંચાલિત બી.પી બારીયા સાયન્સ ઇન્સ્ટીટયુટ અને એસ.બી આર્ટસ અને પી.કે પટેલ કોમર્સ કોલેજ ખાતે આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત નવસારી દ્વારા આજરોજ યોગ મહાકુંભ અંતર્ગત યોગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં મુખ્ય અધ્યક્ષ નવસારી જીલ્લા આર્યુવેદ અધિકારી ડૉ.કાજલ મઢીકર દ્વારા યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત આયુષ્માન આરોગ્ય મંદિર યોગ ઈનસ્ટ્રક્ટર દ્વારા વિવિધ આસનો અને પ્રાણાયામ નાં ફાયદા અને ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી તેમજ તેમના દ્વારા સાંસ્કૃતિક યોગ કૃતિ રજુ કરવામાં આવી હતી તથા વિવિધ યોગ અને તેના ફાયદાઓ વિશે સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજનાં વિદ્યાર્થીઓ, કર્મચારીગણ તેમજ નવસારી જિલ્લા આયુષ શાખાનાં આયુર્વેદ/હોમિયોપેથી મેડીકલ ઓફિસશ્રીઓ, ફાર્માસિસ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!