
રાજપીપળા મિરિકલ હવેલી ખાતે યોગ ટ્રેનર દ્વારા કોમન યોગા પ્રોટોકોલની તાલીમ અપાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનના દિવસે આંતરરાસ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સર્ટીફાઈડ યોગ કોચઓ/યોગ ટ્રેનરશ્રીઓ દ્વારા નર્મદા જિલ્લામાં તા. ૧૫ મી જૂનથી કોમન યોગ પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી રહી છે. તા. ૧૮ મી જૂનના રોજ સવારે ૬.૦૦ થી ૭.૦૦ કલાકે નાંદોદ તાલુકામાં મિરિકલ હવેલી, જુના પોલીસ સ્ટેશન ખાતે યોગ ટ્રેનર શિલ્પાબેન શાહ દ્વારા કોમન યોગા પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી હતી.



