
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
નેત્રંગ: વેકેશન ઝુંબેશનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે વેકેશન ઝુંબેશ પછી બધા બાળકો નિયમિતપણે શાળાએ જાય. આ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને, આ ઝુંબેશ માતાપિતા, બાળકો અને શાળાના જોડાણને સુનિશ્ચિત કરવા માટે રચાયેલ છે. તેથી, ઝુંબેશ પ્રવૃત્તિઓનુ આયોજન કરવામાં આવી હતી – શાળા ફરી ખુલવાના એક અઠવાડિયા પહેલા: ઘર મુલાકાત, બાળકોની રેલી, સભા ઉજવણીની તૈયારીઓ, સમુદાય દ્વારા શાળા સફાઈ,, શાળા ખુલવા અંગે ગામની જાહેરાત જેથી રજા પછી બધા બાળકો નિયમિતપણે શાળાએ જાય. 9 જૂન 2025 ના રોજ વેકેશન બ્રેક પછી શાળાઓ ફરી ખુલવાની હતી જેથી ખુલવાના એક અઠવાડિયા પહેલા એટલે કે 7 જૂનના રોજ ઝુંબેશ શરૂ કરવામા આવી હતી અને શાળા ફરી ખુલવાના પહેલા અઠવાડિયામાં શાળા સ્તરની પ્રવૃત્તિઓ સાથે સમાપ્ત કરવામા આવી. આ બેક ટુ સ્કૂલ અભિયાન અંતર્ગત 18 શાળાઓ જેમકે નેત્રંગ, મોટામાલ્પોર, જરના, ઉમરખડા, રાજવાડી, ખરેથા, વિજયનગર,પાંસિમ, ભાગોરિયા (બલ) અને મોટાજાબુડા ગામની શાળાઓ અને બાળકો અને શિક્ષકોના સાથસહ્કાર્થી સફ્ળતા પુર્વક પુર્ણ કરવામા આવ્યુ.
SRF ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકા ની ૧૮ શાળા તેમજ ૩૭ આંગણવાડી માં રૂરલ એજ્યુકેશન પ્રોગ્રામ અને આંગણવાડી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જેમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય ક્ષેત્ર ના બાળકો નું શિક્ષણ નું સ્તર ઊંચું લાવવાનો છે. શિક્ષણ એ દરેક બાળકો નો અધિકાર છે. તા : ૦૯/૦૬/૨૦૨૫ થી શાળાઑ માં વેકેશન પૂરું થતાં SRF ફાઉન્ડેશન દ્વારા “બેક ટુ સ્કૂલ અભિયાન” ચલાવવા માં આવ્યું. જેમાં ગામમાં ઘરે ઘરે જઈને બાળકો ના વાલીઓ સાથે મુલાકાત કરવામાં આવી. અને શિક્ષણ નું મહત્વ સમજાવવા માં આવ્યું. દરેક બાળક ને મફત અને ફરજિયાત શિક્ષણનો લાભ મળી રહે તે માટે પહેલ કરવામાં આવી. કોઈ પણ બાળક શિક્ષણ થી વંચિત ના રહે એ માટે જણાવવામાં આવ્યું.બાળકો વધુ માં વધુ શિક્ષણ મેળવે અને પગભર થાય એ અંગે સમજ આપવામાં આવી. જેમાં શાળા ના બાળકો , SRF ટીમ ના સભ્યો, SMC સભ્યો , ગામ ના વડીલો , વાલીઓ , અને સરપંચ દ્વારા ગામ માં રેલીમાં જોડાયા હતા, જેમનો મુખ્ય ઉદ્દેશ ગામ ના દરેક બાળક નો પ્રવેશ સુનિશ્ચિત કરવો , વાલીઓમાં શિક્ષણ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસાવવો , દીકરીઓમાં શિક્ષણ ની ટકાવારી વધે, ખાસ કરીને અધૂરું શિક્ષણ મૂકી શાળા છોડી ગયેલા બાળકો ને ફરીથી શાળામાં પ્રવેશ અપાવવો. રેલી દરમ્યાન બાળકો ના હાથ માં પત્રિકા અને બેનરો તથા સૂત્રોચ્ચાર સાથે ગામ ના રસ્તા અને ગલી ગલીઓ માં રેલી કાઢવામાં આવી.
આ ઝુંબેશ ની અંદર શાળાના શિક્ષકો અને ગામના લોકો પણ જોડાયા હ્તા અને 18 શાળાના આચર્યો અને શાળાની એસ.એમ.સી પણ ઉત્સહાપુર્ણ ભાગ લિધો હ્તો.



