મેંદરડા માં માનવસેવા એ જ પ્રભુ સેવા ની પ્રવૃત્તિ ના ભાગરૂપે જિલ્લા અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત નથવાણી ચેરીટેબલ ટ્રસ્ટ મેંદરડા દ્વારા આયોજિત સ્વ.ઉજીબેન કાળાભાઈ પાનસુરીયા તથા સ્વ. કેસરબેન મનજીભાઈ કાળાભાઈ પાનસુરીયા મેંદરડા વાળા ના આર્થિક સહયોગથી વિનામૂલ્યે નેત્રમણી આરોપણ અને નેત્ર નિદાન સારવાર યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 200 ઓપીડી અને 55 ઓપરેશન નોંધાયા હતા મેંદરડા ની આજુબાજુના તમામ તાલુકાઓના લોકો આ નેત્ર નિદાન કેમ્પનો બહોળી સંખ્યામાં લાભ લે છે આ નેત્ર નિદાન કેમ્પમાં દર મહિને અલગ અલગ દાતાઓ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવે છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ