*સંતરામપુર દરજી સમાજ દ્વારા વિદ્યાર્થી પ્રોત્સાહન સન્માન કાર્યક્રમ યોજાયો*♦
મહીસાગર : અમીન કોઠારી
સંતરામપુરના દરજી સમાજ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન અને સન્માન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તમામ સમાજબાંધવો ઉમંગપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને ભવિષ્યમાં વધુ પ્રગતિ માટે આશીર્વાદ અને શુભેચ્છાઓ આપી.
વિદ્યાર્થીઓને પુષ્પગુચ્છ, પ્રમાણપત્ર તથા ઉપહાર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું. ઉપરાંત તમામ મહેમાનો અને બાળકો માટે ભોજનનું સુંદર આયોજન પણ કરવામાં આવ્યું, જ્યાં સર્વે સમાજજનો સાથે મળીને આનંદ માણ્યો.
સમાજના સંગઠકો અને કાર્યકરોના સતત પ્રયત્નો અને સંકલનથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. સમાજના તમામ કાર્યકરોનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્ય