GUJARATMAHISAGARSANTRAMPUR

૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે

૨૧ જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે.

અમીન કોઠારી મહીસાગર

દર વર્ષે ૨૧મી જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

 

આ દિવસ ફક્ત એક તારીખ નથી પરંતુ સ્વાસ્થય,શાંતિ અને એકતાનો પ્રતિક છે જે આપણા પ્રાચીન ભારતીય જ્ઞાનની વૈશ્વિક સ્વીકૃતિ દર્શાવે છે. મહીસાગર જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી અંતર્ગત લુણાવાડા કલેકટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા કલેકટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.

જિલ્લા કલેકટરએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે,મહીસાગર જિલ્લામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ લુણાવાડા, પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે આ ઉપરાંત નગરપાલિકા અને તાલુકાકક્ષાના સંયુક્ત કાર્યક્રમોમાં લુણાવાડા તાલુકાકક્ષા અને નગરપાલિકા સંયુક્ત કાર્યક્રમ શ્રી મહાત્મા ગાંધી વિનય મંદિર મલેકપુર, સંતરામપુર તાલુકાકક્ષા અને નગરપાલિકા સંયુક્ત કાર્યક્રમ જે એચ મહેતા હાઈસ્કુલ તેમજ બાલાસિનોર તાલુકાકક્ષા અને નગરપાલિકા સંયુક્ત કાર્યક્રમ ઓચ્છવલાલ શેઠ હાઈ ખાતે યોજાનાર છે.

તેમણે ઉમેર્યું હતું કે, ખાનપુર તાલુકામાં શ્રી કે એમ દોશી હાઈ બાકોર-પાંડરવાડા, કડાણા તાલુકામાં ઈ.એમ.આર.એસ કડાણા દીવડા અને વિરપુર તાલુકામાં દેસાઈ સી.એમ.હાઈ સ્કુલ વીરપુર ખાતે કાર્યક્રમ યોજાશે.

મહીસાગર જીલ્લાના આઇકોનિક સ્થળોએ પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

જેમાં સંતરામપુર તાલુકાના માનગઢ હીલ અને બાલાશિનોર તાલુકાના ડાયનાસોર પાર્ક, રૈયોલી ખાતે યોજાશે. આ ઉપરાંત જિલ્લાની તમામ શાળા, કોલેજ, સાસ્થાઓમાં, તમામ જેલ, પોલીસ સ્ટેશન અને આરોગ્ય કેન્દ્રોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!