GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: જૂના કપડાં આપો, નવી થેલી લઈ જાઓ ગોંડલમાં જૂના કપડાંનો સદુપયોગ કરીને કાપડની થેલીઓ બનાવી આપતી સખી મંડળની બહેનો

તા.૧૯/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Gondal: રાજકોટ જિલ્લાની ગોંડલ નગરપાલિકાની સ્વચ્છ ભારત મિશન (અર્બન) અને અર્બન લાઈવલીહુડ મિશનની શાખાઓના સંયુક્ત ઉપક્રમે ‘માય થેલી’ અભિયાન અંતર્ગત જૂના કપડાંમાંથી નવી થેલી બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

રાજકોટ મહાનગરપાલિકાના આ અભિયાનનો ઉદ્દેશ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા અને પર્યાવરણ જતન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આ તકે સખી મંડળની બહેનો દ્વારા જૂના કપડાંનો સદુપયોગ કરીને તેમાંથી વિનામૂલ્યે કાપડની થેલીઓ બનાવી આપવામાં આવી હતી. આમ, આ પહેલથી પર્યાવરણ સંરક્ષણની સાથેસાથે સખી મંડળની બહેનોના કૌશલ્યને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!