INTERNATIONAL

કાળા નાણું પરત લાવવાની વાતો વચ્ચે ચોંકાવનારો ધડાકો, 2024માં રકમ ત્રણ ગણી વધી રુ. 37,000 કરોડને પાર

નવી દિલ્હી-ઝુરિચ : હમણા થોડા સમય પહેલાં જ સ્વિસ બેન્કોમાંથી બ્લેકમની એટલે કે કાળુ નાણું પરત લાવવાની  વાત ગરમાગરમ રાજકીય વિષય બની ગયો હતો, હવે કાળુ નાણું પરત લાવવાની વાત બાજુએ રહી, પરંતુ ૨૦૨૪ના અંતે સ્વિસ બેન્કમાં ભારતીયોના નાણા ત્રણ ગણા થઈ ૩.૫ અબજ સ્વિસ ફ્રાન્ક એટલે કે રુ. ૩૭,૬૦૦ કરોડ થઈ ગયા છે, સ્વિટ્ઝરલેન્ડની સેન્ટ્રલ બેન્કે જારી કરેલા આંકડામાં આ વાત જણાવાઈ છે.

તેમા પણ ખાસ કરીને સ્વિટ્ઝરલેન્ડની સ્થાનિક બ્રાન્ચો એટલે કે ભારતમાં રહેલી શાખાઓ અને અન્ય નાણા સંસ્થાઓ દ્વારા એકત્રિત કરવામાં આવતી રકમમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. હવે આ નાણા શું બ્લેક મની નથી. આ નાણા વ્હાઇટ છે તે સવાલ ઉદભવે છે. એક સરકારના સમયમાં જમા થયેલા નાણા બ્લેક મની થઈ જાય અને બીજી સરકારના સમયમાં જમા થયેલા નાણા વ્હાઇટ હોય એવું ક્યાંથી બની શકે.

જો કે ભારતીય ક્લાયન્ટના કસ્ટમર એકાઉન્ટમાં નાણા વાર્ષિક ધોરણે ફક્ત ૧૧ ટકા વધી ૩૪.૬ કરોડ સ્વિસ ફ્રાન્ક એટલે કે રૂ. ૩,૬૫૦ કરોડ થયા છે.આમ તે કુલ ભંડોળનો દસ ટકા હિસ્સો છે. ૨૦૨૩માં સ્વિસ બેન્કોમાં ભારતીય વ્યક્તિઓ અને ફર્મ્સ દ્વારા પાર્ક કરવામાં આવતા ભંડોળમાં ૭૦ ટકા ઘટાડો નોંધાયો હતો. આ સમયે આ રકમ ઘટીને ૧.૦૪ અબજ સ્વિસ ફ્રાન્કે પહોંચી ગઈ હતી, જે ચારા વર્ષના તળિયે હતી. જ્યારે ૨૦૨૧માં સ્વિસ બેન્કોમાં ભારતીયોની કુલ રકમ ૧૪ વર્ષની ઊંચી સપાટી રૂ. ૪૦,૬૨૬.૧૫ કરોડ હતી.

સ્વિસ નેશનલ બેન્કે સ્વિસ બેન્કો વતી જાહેર કરેલા આ સત્તાવાર આંકડા છે. આના પરથી સ્વિટ્ઝરલેન્ડમાં આવેલી બેન્કોમાં ભારતીયોએ કેટલા કરોડના બ્લેક મની રાજકીય રીતે ગરમાગરમ ચર્ચાનો વિષય બન્યો હતો તેના કોઈ સંકત મળતા નથી. હવે જો ભારતીયોએ, એનઆરઆઇએ કે અન્યોએ થર્ડ પાર્ટી એકમોના નામે સ્વિસ બેન્કોમાં નાણા જમા કરાવ્યા હોય તો તેની માહિતી આમા નથી. ૨૦૨૩ના અંતે ભારતીય ગ્રાહકો પ્રત્યે સ્વિસ બેન્કોની જવાબદારી ૩૭,૫૯૪ કરોડ રૂપિયાની હતી.

તેના પહેલા ૨૦૦૬માં ૬.૫ બિલિયન સ્વિસ ફ્રાન્ક એટલે કે ૬૮.૯૨૦ કરોડની રકમ સ્વિસ બેન્કોમાં હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ રકમ હોવાનું માનવામાં આવે છે. તેના પછી ૨૦૧૧, ૨૦૧૩, ૨૦૧૭, ૨૦૨૦, ૨૦૨૧, ૨૦૨૨, ૨૦૨૩ એમ સ્વિસ બેન્કમાં જમા થયેલી રકમમાં સતત ઘટાડો નોંધાયો છે.

આ આંકડાઓમાં થાપણોની સાથે ભારતીયોએ લીધેલી લોન પણ દર્શાવાઈ છે. તેમા ૨૦૧૭માં ૪૪ ટકા અને ૨૦૧૮માં ૧૧ ટકા ઘટાડો થયા પછી ૨૦૧૯માં સાત ટકા વધારો થયો હતો. આ આંકડો ૨૦૦૭માં ૨.૩ અબજ અમેરિકન ડોલર એટલે કે રૂ. ૯,૦૦૦ કરોડની ટોચે પહોંચ્યો હતો.

સ્વિસ સત્તાવાળાઓ હંમેશા કહેતા આવ્યા છે કે ભારતીય રહેવાસીઓએ તેમની બેન્કોમાં ખાતામાં જમા કરાવેલી રકમ બ્લેક મની છે જ નહીં. તેથી તેઓ તેને બ્લેક મની ગણવાનો જ ઇન્કાર કરે છે અને તેની સાથે ભારતને ટેક્સ ફ્રોડ અને કરચોરી સામેની લડતને પૂરેપૂરું સમર્થન આપે છે.

કરચોરી ડામવા માટે બંને દેશોએ એકબીજા સાથે ટેક્સને લગતી બાબતોની ઓટોમેટિક આપલેનું માળખું રચ્યું છે. આ માળખુ ૨૦૧૮થી અસ્તિત્વમાં છે. આ સિસ્ટમ હેઠળ જ બધા જ ભારતીય રેહેવાસીઓના સ્વિસ બેન્કોમાંના ખાતાની બધી જ વિગતો ભારત સરકારને સૌપ્રથમ વખત આપવામાં આવી હતી. હવે દર વર્ષે વાર્ષિક ધોરણે આ માહિતીનું આદાનપ્રદાન થાય છે. 

 

Back to top button
error: Content is protected !!