આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે યોગ દિન ઉજવાયો

24 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના તમામ સ્ટાફ મિત્રો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વ્યાયામ શિક્ષકશ્રી ભાવેશભાઈ ચૌધરીએ યોગનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવી અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન જીવવુ એ હેતુ ને સાર્થક કરવા વિદ્યાર્થીઓને વિવિધ પ્રાણાયામ, આસન અને ધ્યાનનો અભ્યાસ કરાવી વિદ્યાર્થીઓમાં નવી ચેતના અને ઉર્જાનો સંચાર કર્યો હતો. તથા શિક્ષક શ્રી ભરતભાઈ આર ચૌધરીએ યોગ નો ઇતિહાસ, પ્રાચીન સમયની યોગ સાધનાઓ અને ભારત વિશ્વગુરુ બને તેમાં યોગની ભૂમિકા



