DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડા મોવીના યાલ ગામ પાસે પુલ ફરી તૂટ્યો

ડેડીયાપાડા મોવીના યાલ ગામ પાસે પુલ ફરી તૂટ્યો

તાહિર મેમણ – ડેડીયાપાડા – 24/06/2025 -ડેડીયાપાડા ધારાસભ્ય ચેતર વસાવા રાજપીપળાથી ડેડીયાપાડા સાગબારા અને મહારાષ્ટ્રની જોડતો હાઇવે નંબર 65 પસાર થાય છે ત્યાં જયને પોતાની પ્રતિક્રિયા આપી ભરૂચ જિલ્લાના મોવીના યાલ ગામ પાસે ગળનાળાનું બે વર્ષ પહેલા ટેમ્પરરી કામ કરેલ હતું અને એ હાલ એક જ વરસાદમાં તૂટી ગયેલ છે. જેના કારણે ડેડીયાપાડા અને સાગબારાથી રાજપીપળા જિલ્લા મથકોમાં જતા લોકોને વહીવટી કામોમાં ખૂબ જ તકલીફ પડી રહી છે. આ સિવાય પણ વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને ખેડૂતોને પણ તંત્રની આ ભૂલના કારણે ખૂબ જ તકલીફ પડી રહી છે. હકીકતમાં આ નાળુ ભરૂચમાં આવેલ છે, પરંતુ જનતા હાલ ત્રાહિમામ પોકારી ઊઠી છે. બે વર્ષ થી એક નાળું નથી બનતું.

ભારે વરસાદને કારણે ડેડિયાપાડાથી રાજપીપળા જતા માર્ગ પર મોવી નજીક આવેલો યાલ ગામનો પુલ ફરી એકવાર તૂટી પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ જ પુલ ગયા વર્ષે પણ વરસાદમાં ધોવાઈ ગયો હતો. આ રોડ અને પુલ રાજ્ય ધોરીમાર્ગ (સ્ટેટ હાઈવે) પર આવે છે, અને અનેક વખત રજૂઆતો કરવા છતાં તેનું સમારકામ કે નવનિર્માણ થયું ન હતું.

આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા આપી હતી.

Back to top button
error: Content is protected !!