GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ ડુંગર પર ભારે વરસાદે ભક્તોની મૂશ્કેલી વધારી,રેલીંગના સહારે માંચી સુધી આવતા હાશકારો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૪.૬.૨૦૨૫

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર બપોર બાદ ભારે વરસાદ થતાં ડુંગર પર ગયેલા યાત્રાળુઓને ડુંગર પરથી ઉતરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ડુંગર પર બપોર બાદ અચાનક ભારે વરસાદ શરૂ થતા સ્થાનિક પોલીસ દ્વારા માંચી ખાતેથી ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં લઇ ભક્તોને ઉપર જતા અટકાવી દેવાની ફરજ પડી હતી.સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પાવાગઢ ડુંગર પર બપોર બાદ અચાનક ભારે વરસાદ ખાબકતા અંદાજિત સાત ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો.જેના પગલે ડુંગરના પગથિયાઓમાં થી જાણે કે નદીઓ વહેતી હોય તેવો પાણીનો ભારે પ્રવાહ ખડખડ વહેતો થયો હતો.આ સમયે ડુંગર પરથી ઉતરતા મોટી સંખ્યામાં યાત્રાળુઓ ડુંગર પરથી ઉતારવાના માર્ગ પર વચ્ચે રાખવામાં આવેલી રેલિંગના સહારે એકબીજાને સહારો આપી જીવના જોખમી નીચે ઉતરતા હતા.જોકે ભક્તો એકબીજાના સહારે સલામત રીતે માંચી ખાતે આવી જતા ભક્તોએ હોશકારો અનુભવ્યો હતો.

Back to top button
error: Content is protected !!