અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસાની રસીદાબાદ સોસાયટીમાં પાણી ભરાયા, શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ :તંત્ર ની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા
અરવલ્લી જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો અને હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આગામી કલાકો જિલ્લા માટે અતિ ભારે કહી શકાય તો નવાઈ નહિ
મોડાસા તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં મેઘો ધોધમાર વરસ્યો અને મોડાસા શહેરમાં પણ મેઘાના મંડાન ભરપૂર જોવા મળ્યા અને વિવિધ વિસ્તારો પાણી ભરાયા દર વર્ષ એ એકના એક પરિસ્થિતિ નું નિર્માણ છતાં તંત્ર ધ્વારા કેમ યોગ્ય કાર્યવાહી થતી નથી તે સવાલ ઊભો છે
સાંજના સમયે મોડાસા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને મોડાસાની રસીદાબાદ સોસાયટીમાં પાણી ભરાયા હોવાના ફોટો સોશિયલ મીડિયામા વાયરલ થતા તંત્ર ની પ્રિ મોન્સુન કામગીરી પર ફરી એક વાર સવાલ ઊભા થયા છે. ગત વર્ષ એ પણ આ સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા છતાં તંત્ર ધ્વારા હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોય તેવુ લાગી રહ્યું છે હજુ તો ચોમાસાની શરૂઆત છે ત્યારે આગામી દિવસો કેવા જશે એ જોવું રહ્યું. સોસાયટીના રહીશોને એક જ માંગ છે કે પાણીનું યોગ્ય નિકાલ કરવામાં આવે દર વર્ષે એકના એક પરિસ્થિતિનું નિર્માણ થતું રહે છે અને મુશ્કેલી વધતી રહે છે