NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા જન જાગૃતિ અને મસાલ રેલી યોજી સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારીમાં ૨૫ જૂન, ૨૦૨૫ના રોજ મતિયા પાટીદાર વાડી ખાતે “સંવિધાન હત્યા દિવસ–૨૦૨૫”ની ઉજવણી કટોકટીના ૫૦ વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે ફક્ત ઉજવણીરૂપે જ નહિ, પણ લોકશાહી અને બંધારણીય મૂલ્યોની રક્ષા માટે જાગૃતિ અને સંકલ્પના કાર્યક્રમ રૂપે યોજાઈ. આજથી ૫૦ વર્ષ પહેલાં 1975માં દેશમાં લાદવામાં આવેલી કટોકટી કે જેમાં મૌલિક હકોનો હનન, સંગઠન સ્વાતંત્ર્યનો છિનાવટ અને મૌનના દમન સાથે ભારતીય લોકશાહીને ઘૂંટવી દેવામાં આવી હતી – તેની કરૂણ યાદોને તાજી કરવામાં આવી.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ માન. પરેશભાઈ દેસાઈ, તેમજ વિશિષ્ટ ઉપસ્થિતિમાં નવસારી તથા ગણદેવીના ધારાસભ્યઓ, ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ તથા મહાનગરપાલિકા કમિશનર શ્રી દેવ  ચોધરી હાજરી આપી. તેમના વક્તવ્ય દ્વારા લોકશાહીના મહત્વ, બંધારણની પવિત્રતા અને નાગરિક હકોના રક્ષણ માટે સમગ્ર સમાજને સચેત રહેવાનું આહ્વાન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં કટોકટીના સમયગાળામાં આ ઘટનામાં ભોગ બનેલ કેટલાક વીકટિમ્સ પણ હાજર રહ્યા, જેમણે પોતાના જીવનના કઠિન અનુભવો મીડિયા મારફતે શેર કરતાં સમગ્ર સભામાં ભાવુકતા છવાઈ ગઈ.

ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમનો મુખ્ય આકર્ષણ રહ્યો મસાલ રેલી, જે મતિયા પાટીદાર વાડીથી શહેરના સર્કિટ હાઉસ સુધી લોકશાહી તેમજ સુરક્ષાના સંદેશોથી જનજાગૃતિ ફેલાવવામાં આવી. રેલીમાં જોડાયેલ વિધ્યાર્થીઓએ “બંધારણ અમર રહેઃ”, “લોકશાહી બચાવો” જેવા સૂત્રોચ્ચાર સાથે રાષ્ટ્રપ્રેમ જગાવ્યો. આ સમગ્ર કાર્યક્રમમાં કુલ ૭૬૦થી વધુ લોકોએ હાજરી આપી, જેમાં લૉ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ, સ્કૂલોના વિધ્યાર્થીઓ, લીગલ એક્સપર્ટ્સ, સામાજિક આગેવાનો અને નાગરિકોનો ઉત્સાહપૂર્વક સહભાગ રહ્યો. કાર્યક્રમ અંતે “મારું બંધારણ, મારું ગૌરવ” નામે સંકલ્પ સાથે તમામ ઉપસ્થિતોએ લોકશાહી તથા બંધારણના રક્ષણ માટે પ્રતિબદ્ધ રહેવાનો સંકલ્પ કર્યો. નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજન કરાયેલો આ કાર્યક્રમ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને ચેતનાત્મક દ્રષ્ટિએ અત્યંત સફળ અને મહત્વપૂર્ણ સાબિત થયો.

Back to top button
error: Content is protected !!