BHARUCHNETRANG

સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં તા.૨૬ જૂનથી ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવનો થશે પ્રારંભ…

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

 

રાજ્યની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેમજ દીકરીઓ ઉત્તમ શિક્ષણ મેળવી પોતાની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા ઉદેશ્યથી બે દાયકા પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભગીરથ પ્રયાસ હાથ ધરીને વર્ષ ૨૦૦૩થી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

 

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ રૂપે શરૂ કરેલ કાર્યક્રમ આજે વટવૃક્ષ બની બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પથદર્શક બન્યું છે. જેના પરીણામ સ્વરૂપ ભરૂચ જિલ્લામાં પણ શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો છે.

 

સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ“ની થીમ સાથે તા.૨૬ જૂનથી તા.૨૮ જૂન દરમ્યાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન થયું છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫માં જિલ્લામાં કુલ- ૧૨૫ રૂટ બનાવવામાં આવ્યાં છે. જેમાં મંત્રીઓ, ધારાસભ્યો, સચિવ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારશે.

 

આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૦૧ અને ધોરણ-૦૯માં બાળકો પ્રવેશ મેળવનાર છે. સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, માન. ધારાસભ્ય, વિવિધ સમિતિનાં ચેરમેન, ભરૂચ શહેરમાં રાજ્ય કક્ષાના IAS અધિકારી, ૬ (છ) અધિકારી, કલેકટર તાલુકા ઝઘડિયા, નેત્રંગ, વાલીયાની શાળામાં મુલાકાત લેનાર છે. જિલ્લા વિકાસ અધિકારી તાલુકા જંબુસર, આમોદ,વાગરાની શાળામાં મુલાકાત લેનાર છે. જિલ્લાના, તાલુકાના વર્ગ-૧ ને વર્ગ-૨ ના ૧૨૨ અધિકારીઓ મહાનુભાવો કાર્યક્રમની શોભા વધારશે.

 

ચાલુ વર્ષે આ મહાનુભાવો દ્વારા આંગણવાડીમાં કુલ ૧૧,૩૨૦ વિદ્યાર્થીઓ, બાલવાટિકામાં ૧૧,૪૪૯ વિદ્યાર્થીઓ, ધોરણ-૧ માં ૫૨૬ વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ-૦૯માં સરકારી શાળા,ગ્રાન્ટેડ શાળા મળી ૧૫,૨૪૬ વિદ્યાર્થીઓ વિવિધ શાળાઓમાં પ્રવેશ મેળવશે જ્યારે ધોરણ-૧૧ માં ૧૩,૧૫૩ વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપવામાં આવનાર છે.

 

સરકારના શુભ આશયથી ચાલુ વર્ષે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમા એસએમસી અને એસએમડીસી ને સ્ટ્રેન્ધનિંગ કરવા SMC/SMDC ની પુન:રચના કરી સમુદાયની સક્રિયતા અને સહભાગિતા વધારવાનો મુખ્ય ઉદ્દેશ છે. તેમજ શિક્ષણ વિભાગના વખતો-વખતની યોજના અને શિક્ષકોના પ્રયત્નોથી હાલમાં ૪૮૮ જેટલા બાળકો ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવેલ છે. જે ખરેખર એક સિધ્ધિ ગણી શકાય તેમ છે.

 

આમ, શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લામાં બાલવાટિકા, આંગણવાડી, ધોરણ-૦૧ અને ધોરણ-૦૯ અને ધોરણ ૧૧માં મળી કુલ ૫૧,૬૯૪ જેટલા બાળકો પ્રવેશ મેળવ

શે.

Back to top button
error: Content is protected !!