ઝઘડિયા તાલુકાની ચાર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા ચાર ગ્રામ પંચાયતના પાંચ વોર્ડના સભ્યોની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થયા





મત દિઠ રૂ.૫૦૦ આપી મત ખરીદવા નીકળેલા પીપલપાન ગામના સરપંચના ઉમેદવાર પદમા વસાવાને મતદારોએ જાકારો આપ્યો
ઝઘડિયા તાલુકાની ચાર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તથા ચાર ગ્રામ પંચાયતના પાંચ વોર્ડની પેટા ચૂંટણીના પરિણામ આજરોજ જાહેર થયા છે,
ઝઘડિયા તાલુકાના કાંટોલ ગ્રામ પંચાયતના સરપંચ પદે વેનીલાબેન સુભાષભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે, વો.નં.૧માં ભરતભાઈ વાડીલાલભાઈ વસાવા, વો.નં.૨માં જશોદાબેન ઘનશ્યામભાઈ વસાવા, વો.નં.૩માં સુરેશભાઈ મોતીભાઈ વસાવા, વો.નં.૪માં વિક્રમભાઈ રાવજીભાઈ વસાવા, વો.નં.૫માં અરુણાબેન અશ્વિનભાઈ વસાવા, વો.નં.૬માં જયાબેન મનુભાઈ વસાવા, વો.નં.૭માં રેવાબેન માધિયાભાઈ વસાવા, વો.નં.૮માં સુરંદાબેન કંચનભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે.
પીપલપાન ગ્રામ પંચાયતમાં સરપંચ પદે શર્મિલાબેન ભરતભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે વો.નં.૧ માં લીલાબેન વીલ્પેશભાઈ વસાવા વો.નં.૨માં ભગવતભાઈ ગણપતભાઈ વસાવા, વો.નં.૩માં મેલસીંગભાઇ છત્રસિંહભાઈ વસાવા, વો.નં.૪માં ભરતભાઈ છત્રસિંહભાઈ વસાવા, વો.નં.૫માં મંગીબેન સવજીભાઈ વસાવા, વો.નં.૬માં સુનીતાબેન લક્ષ્મણભાઈ વસાવા વો.નં.૭માં દીપિકાબેન વસાવા જાહેર થયા છે
તથા અણધરા ગ્રામ પંચાયતના સરપંચ પદે શિલ્પાબેન શેતુલભાઈ વસાવા વિજેતા થયા છે, વો.નં.૩માં કાજલ પ્રકાશભાઈ વસાવા વિજેતા થયા છે, વો.નં.૪માં શર્મિલાબેન હર્ષદભાઈ વસાવા વિજેતા થયા છે, વો.નં.૫માં નવનીતભાઈ રાયજીભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે, વો.નં.૬માં વિનુભાઈ મથુરભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે, વો.નં.૮માં શાંતીબેન ચૈતરભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે,
રૂઢં ગ્રામ પંચાયતના સરપંચ પદે મીનાક્ષીબેન રાજેન્દ્રભાઈ મકવાણા વિજેતા જાહેર થયા છે, વો.નં.૧માં ઉષાબેન મહેન્દ્રભાઈ દેસાઈ વિજેતા જાહેર થયા છે, વો.નં.૨માં મીનાબેન રૂપસિંહભાઇ વસાવા વિજેતા જાહેર થયા છે, વો.નં.૩માં કોમલબેન ચિરાગભાઈ મકવાણા વિજેતા જાહેર થયા છે, વો.નં.૫માં વિપુલભાઈ પ્રદીપભાઈ મકવાણા વિજેતા જાહેર થયા છે, વો.નં.૬માં સુભાન શહીદ મિર્ઝા વિજેતા જાહેર થયા છે, વો.નં.૭માં બશીર ઉમરભાઈ ગોરી વિજેતા જાહેર થયા છે, વો.નં.૮માં મુમતાજબાનુ ઈકબાલભાઈ ચૌહાણ વિજેતા જાહેર થયા છે,
જ્યારે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના ના વો.નં.૬માં રંજનબેન વિજયસિંહ પરમાર વિજેતા જાહેર થયા છે, તલોદરા ગ્રામ પંચાયતના વો.નં.૭માં સતિષભાઈ મોહનભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે, ખરચી ગ્રામ પંચાયતના ગામના વો.નં.૭માં સુધાબેન વિક્રમભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે, જ્યારે ઉમધરા ગ્રામ પંચાયતના વો.નં.૬માં દિનેશભાઈ જેઠાભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે તથા વો.નં.૮માં સોનાબેન રાજેન્દ્રભાઈ વસાવા વિજેતા જાહેર થયા છે
અત્રે ઉલ્લેખનીય છે કે પીપલપાન ગ્રામ પંચાયતના વો.નં.૧માં ઉમેદવાર લીલાબેન વિલ્પેશભાઈ વસાવા અને લલીતાબેન અભેસિંગભાઈ વસાવાને એક સરખા ૨૭ મત મળતા અને બંને ઉમેદવારો વચ્ચે ટાઈ પડી હતી, જેમાં ચિઠ્ઠી ઉછાળી નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં લીલાબેન વિલ્પેશભાઈ વસાવા ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા
ઈરફાનખત્રી
રાજપારડી



