
નરેશપરમાર.


કરજણ તાલુકાના સાયર ગ્રામપંચાયતમાં ઇંદ્રસિંહ કનકસિંહ પરમાર(અલ્પેશ પરમાર ) વિજય થયો હતો
કરજણ તાલુકામાં યોજાયેલ 41 સામાન્ય ગ્રામ પંચાયતની મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કરજણ આઈ ટી આઈ ખાતે રાખવામાં આવી હતી.
જ્યાં આઈટીઆઈ બિલ્ડીંગ બહાર વરસાદી માહોલ વચ્ચે પંચાયત ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. કરજણ તાલુકામાં મુદ્દત પૂર્ણ થતાં કુલ 58 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં 15 ગ્રામ પંચાયતો સમરસ થતાં 41 ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાઈ હતી. તા. 22ના રોજ થયેલ મતદાનમાં સામાન્ય ગ્રામ પંચાયતો પર સરેરાશ 76.77 ટકા મતદાન થવા પામ્યું હતું. જેની મતગણતરી આજ રોજ કરજણ ને.હા. 48 પાસે કરજણ તાલુકા સેવા સદન ની બાજુમાં આવેલ આઈ ટી આઈ બિલ્ડિંગ ખાતે રાખવામાં આવી હતી. તંત્ર દ્વારા મત ગણતરી ની શરૂઆત સવારે નવ કલાકે કરવામાં આવી હતી. શરૂઆતમાં પ્રથમ રાઉન્ડમાં બાર ચૂંટણી અધિકારીઓ દ્વારા બાર ગ્રામ પંચાયતોની મત ગણતરી શરૂ કરાઇ હતી. અને ક્રમશઃ જે તે ગ્રામ પંચાયતની મતગણતરી પૂર્ણ થતાં બાદ અન્ય ગ્રામ પંચાયતોની ગણતરી લેવામાં આવી રહી હતી. બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજાઈ હોય ગણતરીમાં વધુ સમય જઈ શકે છે પરિણામે પરિણામો મોડા આવવાની સંભાવના સેવાઈ રહી છે. ચૂંટણી તંત્ર અને કરજણ પી.આઈ. ભરવાડના નેતૃત્વ હેઠળ પોલીસ તંત્રની સુયોગ્ય વ્યવસ્થાને પગલે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી ચાલી રહી હતી. દરેક ગ્રામ પંચાયયોના સરપંચ સહિત વોર્ડના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે બિલ્ડીંગ બહાર આવી પહોંચ્યા હતાં. બિલ્ડીંગ બહાર કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. જેમાં સાયર ગ્રામપંચાયત ની ચૂંટણીમાં સરપંચ પદ ના ઉમેદવાર ઇંદ્રસિંહ કનકસિંહ પરમાર (અલ્પેશ પરમાર )નો વિજય થયો હતો



