નબીપુર શાળાઓમાં યોજાયો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ, વિશેષ મહાનુભાવો અને શાળાના બાલકો સાથે વાલીઓ હાજર રહયા.


સમીર પટેલ, ભરૂચ
આજે 26મી જૂને ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વર્ષ 2025 નો શાળા પ્રવેશીસવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો. નબીપુર પ્રાથમિક કન્યાશાળા અને કુમારશાળા ના બાળકો નબોપુર મદરસા ના હોલમાં અને નબીપુર હાઈસ્કૂલના બાળકો હાઈસ્કૂલના સંકુલમાં એકત્રિત થયા હતા. પ્રાથમિક શાળામાં આમંત્રિત શિક્ષણ વિભાગ ગુજરાતના સેક્રેટરી શ્રીમતી કિન્નરીબેન શાહ, લાયઝન ઓફિસર ઘનશ્યામભાઈ પઢીયાર ઉપસ્થિત રહયા હતા. શરૂઆતમાં મહેમાનોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરાયું હતું.ગામના સરપંચ, ડે. સરપંચ સહિત વાલીઓ પણ ઉપસ્થિત રહયા હતા.
આમન્ટ્રીટના હાથે બાળવાતીકાના બાળકોને શૈક્ષણિક કિટો આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. ધોરણ 1 મા પ્રવેશ મેળવનાર બાળકોને પણ શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો. શરૂઆતમાં આંગળવાડી અને બાળવાતીકાના બાળકોએ દેશભક્તિ બાળગીત રજુ કર્યું હતું. કુમારશાળાના ધોરણ 4 ના વિદ્યાર્થી સુબહાન હસને વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. કન્યાશાળાની ધોરણ 5 ની વિદ્યાર્થીની આલિયા ફાજલે પર્યાવરણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. નબીપુર હાઈસ્કુલમાં પણ શાળાના પ્રમુખ, ઉપપ્રમુખ, પ્રિન્સિપલ અને શિક્ષક સ્ટાફ હાજર રહ્યો હતો. શાળાના બાળકો અને બાળકીઓ વિવિધ ક્ષેત્રમાં હાંસલ કરેલી સિદ્ધિઓ બદલ સન્માનિત કરાયા હતા. નબીપુરના એક વાલી શ્રી એ સરકારની શિક્ષણ ને લગતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.




