
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ ના બાઠીવાડા ગ્રામ પંચાયત ના સરપંચ ના પરિણામ માં ગેરરીતિ ના આક્ષેપ સાથે બાઠીવાડા થી મેઘરજ મામલતદાર કચેરી પદયાત્રા કરી આવેદનપત્ર આપી ન્યાય ની માંગ કરી
મેઘરજ તાલુકાની અંદર 24 ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડ સભ્યની ચૂંટણી યોજાઈ ગઈ જેની મતગણતરી ગઈકાલે શ્રી પીસીએન હાઇસ્કુલ મેઘરજ મુકામે હતી. અને વિવિધ ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અને સાંજના સમયે બાઠીવાડા સહિત મુડશી ,મોટી પંડુલી પંચાલ, મોટી ગ્રામ પંચાયતનું પરિણામ સાંજે આવ્યું હતું
સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં ગામડા ની સરકાર રચવાની હોય છે ત્યારે ચૂંટણી માં ખૂબ જ રસાકસી હોય છે અને તમામ હરીફ ઉમેદવારો એડીચોંટી નું જોર લગાવતા હોય છે ત્યારે ચૂંટણી બાદ આવનારા પરિણામો પર પણ દરેક ઉમેદવારો બાજ નજર રાખતા હોય છે અને જો સહેજ પણ ચૂક લાગે તો વહીવટી તંત્ર પાસે દોડી જતા હોય છે ત્યારે મેઘરજ ના બાઠીવાડા ગ્રામપંચાયત ના પરિણામ આવ્યા પછી પરાજિત ઉમેદવારે તંત્ર પર ગેરરીતિ કરી ને હરાવ્યા નો આક્ષેપ કર્યો છે અને ન્યાય ની માગ માટે મેઘરજ મામલતદાર ને આવેદનપત્ર આપ્યું છે
મેઘરજ તાલુકા ની સૌથી મોટી ગણાતી બાઠીવાડા ગ્રામપંચાયત ની ચૂંટણી માં ગઈકાલે પરિણામો આવ્યા જેમાં રૂમાલ ભાઈ ડામોર ને તંત્ર એ વિજેતા જાહેર કર્યા હતા ,ત્યારબાદ પરાજિત ઉમેદવાર કેશાભાઈ ડામોરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બાઠીવાડા ગ્રામપંચાયત ની ગણતરી વખતે એજન્ટ દ્વારા ગણાયેલ મત માં કેશાભાઈ ડામોર વિજેતા થતા હતા પરંતુ ફરી મત ગણવા રીકાઉંટિંગ માગ્યું અને હાલ ના વિજેતા ઉમેદવાર રૂમાલજી ડામોર ટીડીઓ ને અંગત મળ્યા હતા અને ઉમેદવાર ની જ ગાડી માં ટીડીઓ આવ્યા હતા અને એક વાર ગણાયેલ મત ફરીથી પાલો કરી ભેગા કરી દીધા અને ત્યારબાદ જે પરાજિત થયેલા રૂમાલજી ડામોર હતા એમને જીતેલા જાહેર કરી દિધા આવો આક્ષેપ હાલ માં પરાજિત ઉમેદવાર કેશા ભાઈ ડામોરે કર્યો હતો અને મોટીસંખ્યામાં ગ્રામજનો મહિલાઓ સહિત એકઠા થઇ ન્યાય ની માગ કરી હતી અને જો ન્યાય ના મળે તો તમામ ગ્રામજનો એ સામુહિક રીતે ભૂખ હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી




