અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : કંટાળુ ગામે વરસાદને કારણે કાચું માટીનું મકાન ધરાશય થતા વૃદ્ધ નું મોત નીપજ્યું
મેઘરજ તાલુકામાં ગત રાત્રીએ વરસેલા ભારે વરસાદના કારણે એક દુઃખદ ઘટના બની છે. ખુલ્લા ખેતરમાં આવેલ કાચા માટીનું મકાન રાત્રી દરમિયાન ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટનામાં 70 વર્ષિય વૃદ્ધ ડામોર સવજીભાઈ, જે કંટાળુ ગામના ખાનપુર ફળીયામાં રહેતા હતા, તેમનું દુઃખદ અવસાન થયું છે.મકાન ધરાશાયી થવાનું મુખ્ય કારણ સતત વરસાદ હોવાનું જણાઈ આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઈસરી સામૂહિક આરોગ્ય કચેરી ખસેડવામાં આવ્યો છે.અધિકારીઓ દ્વારા ઘટના સ્થળે તપાસ શરૂ કરવામાં આવી છે અને સ્થાનિક પ્રશાસન દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.સાવધાની અપનાવવી અગત્યની છે, ખાસ કરીને એવા વિસ્તારોએ જ્યાં કાચા મકાન વધુ પ્રમાણમાં છે અને વરસાદ વધુ વરસી રહ્યો છે.