MALIYA (Miyana:માળીયાના મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો.
MALIYA (Miyana:માળીયાના મોટીબરારની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો.
માળિયા તાલુકાના મોટીબરાર ગામની રત્નમણિ પ્રાથમિક શાળા અને મોડેલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને પુસ્તકો આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે ધોરણ 3 થી 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે વૃક્ષારોપણ અને વાલી મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માળિયા તાલુકાના મામલતદારશ્રી એચ. સી. પરમાર, સી.આર.સી. મુકેશભાઈ મકવાણા, મોરબી જિલ્લા ICDS રમેશભાઈ, માળિયા તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઈ હુંબલ, ગામના સરપંચ, ઉપસરપંચ, ગામના આગેવાનો, એસ.એમ.સી. તેમજ એસ.એમ.ડી.સી.ના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મોડેલ સ્કૂલના આચાર્ય ભરતભાઈ વિડજા, પ્રાથમિક શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા તેમજ બંને શાળાના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.