GUJARATRAJKOTRAJKOT CITY / TALUKOUPLETA

Upleta: ઉપલેટા મામલતદારનો માનવીય અભિગમ : હાઇવે પર અકસ્માતમાં ઇજાગ્રસ્તને ‘ગોલ્ડન ટાઈમ’ માં સારવાર અપાવી

તા.૨૮/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ઈજાગ્રસ્તો માટે ૧૦૮ ને જાણ કરી સારવાર મળે ત્યાં સુધી સ્થળ પર અડીખમ ઊભા રહ્યા

Rajkot, Upleta: સરકારી અધિકારી આખરે તો ઇન્સાન જ હોય છે, જેનો પરમ ધર્મ જરૂરિયાતના સમયે માનવતા દર્શાવી અન્યને સંકટ સમયે મદદ કરવાાાનો છે. આ માનવતાભર્યું ઉદાહરણ પૂરું પાડ્યું છે ઉપલેટા મામલતદાર શ્રી નિખિલ મહેતાએ. શ્રી નિખિલ મહેતા સરકારી કામથી રાત્રિ દરમિયાન રાજકોટ ખાતેથી પરત ઉપલેટા જઈ રહ્યા હતા.

તે દરમિયાન ગોંડલ પાસે મોટર સાયકલનો અકસ્માત થયેલો જોવા મળ્યો. મામલતદારશ્રી એ રસ્તા પર ઘાયલ દંપતીને જોઈ તુર્ત જ પોતાનું સરકારી વાહન રોકાવી પરિસ્થિતિ જાણી. ઘાયલની ખબર લઈ સમય ગુમાવ્યા વગર ગોલ્ડન ટાઈમમાં જ દર્દીની સારવાર અર્થે ૧૦૮ ને જાણ કરી. ૧૦૮ આવી પહોચતાં ઇજાગ્રસ્તોની સારવાર શરુ કરાવી. ઘાયલો ૧૦૮ માં રવાના થયા ત્યાં સુધી સુધી સ્થળ પર જ મામલતદારશ્રીએ અડીખમ ઊભા રહી માનવતાભર્યું સરાહનીય કાર્ય કર્યું.

અકસ્માતમાં ઘાયલ લોકોને ગોલ્ડન ટાઈમમાં સારવાર મળે તો તેઓનું જીવન બચી જતું હોય છે ત્યારે ઉપલેટા મામલતદાર શ્રી નિખિલ મહેતાએ ‘‘ગુડ સમેરિટન’’ની ભૂમિકા ભજવી પ્રેરણા પુરી પાડી છે.

Back to top button
error: Content is protected !!