
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસામાં શિક્ષણની સાથે ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે માટૅ બી કનાઈ સ્કૂલમાં પ્રથમ વાર રથયાત્રા કાઢીને ઉત્સાહભેર ઉજવણી કરી
મોડાસામાં શિક્ષણની સાથે ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે માટૅ બી કનાઈ સ્કૂલમાં પ્રથમ વાર રથયાત્રા કાઢીને ઉત્સાહભેર ઉજવણી કરી હતી .દેશભર સહિત અરવલ્લીના મોડાસામાં રથયાત્રા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે શિક્ષણ નગરી તરીકે ઓળખાતા મોડાસા શહેરની ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી બી કનાઈ સ્કૂલમાં રથયાત્રા કાઢીને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શાળાના પરિસરમાં શ્રી જગન્નાથ, ભાઈ શ્રી બલભદ્ર અને બહેન સુભદ્રાની મુર્તિઓને ભવ્ય રીતે શણગારેલા રથમાં વિહરાવવામાં આવ્યા.
શોભાયાત્રાનું આરંભ શાળાના મુખ્ય સ્ટેજ ઉપર બનાવેલ મદિરથી કરવામાં આવ્યો હતો. યાત્રા દરમિયાન સ્ટેજ પર આરતી, ભજન, અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ભક્તિગીતો અને નૃત્ય દ્વારા શ્રદ્ધા વ્યક્ત કરી હતી. તેમજ શાળા પરિવાર ધ્વારા શાળાના કેમ્પસમાં ભવ્યાતિભવ્ય રથયાત્રા ધ્વારા બાળકોને રથયાત્રાનું મહત્વ, વિવિધ જગ્યાઓનું મહત્વ તેમજ રથયાત્રાની કેવી રીતે નીકળે છે તેનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું. શાળા પરિવારના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રથ ખેંચવાનો મહિમા મેળવ્યો હતો.
આ રથયાત્રા ભક્તિ, એકતા અને સંસ્કૃતિના સંવર્ધનનો ઉત્તમ ઉદાહરણ બની રહી હતી. શાળા પરિવારે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થી જીવનમાં ધાર્મિક મૂલ્યો, સંસ્કાર અને ભક્તિભાવ વિકસાવવા પ્રયાસ કર્યો છે. શાળા પરિવાર ઉપરાંત મોડાસા કેળવણી મંડળના પ્રમુખ તેમજ હોદ્દેદારો ધ્વારા શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.સ્કુલના કેમ્પસમાં રથયાત્રામાં કરતા અબીલ ગુલાલ ની છોડો વચ્ચે જય જગન્નાથ ના નાદ સાથે ઉત્સાહ ભેર ઉજવણી કરી હતી.હિન્દુ સંસ્કૃતિમાં ઉજવણી થતા તહેવારોને બી કનાઈ સ્કૂલમાં રથયાત્રા પર્વની ઉજવણી કરીને વિધાર્થીઓમાં શિક્ષણની સાથે ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તેવો પ્રયાસ કરીને અનોખી રીતે રથયાત્રાની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી.





