નર્મદા જળ સંસાધન અને પાણી પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના ઉપસચિવશ્રી ખ્યાતિબેન નૈનુજીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ તાલુકાના બામણગામ પ્રાથમિક શાળા, ડેરવાણ પ્રાથમિક શાળા, ચોકલી પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયા હતા. જેમાં આંગણવાડી,બાલવાટિકા અને પ્રાથમિક શાળામાં બાળકોનો ઉમંગભેર શાળા પ્રવેશ કરાવાયો હતો.આ કાર્યક્રમમાં ઉપસચિવશ્રી સહિતના મહાનુભાવોએ દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રાર્થના બાદ મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસચિવશ્રીએ વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોધન કર્યું હતું. શાળાના વિધાર્થીઓ દ્રારા વિવિધ વિષયો વકતવ્ય કરાયું હતું.આ તકે શાળામાં ઉપસ્થિત SMDC સભ્ય, વાલી સભ્ય તથા શાળા કર્મચારીગણ સાથે બેઠક યોજવામાં આવી હતી. શાળાની વિવિધ શૈક્ષણિક સહ અભ્યાસિક પ્રવૃત્તિ તથા ભૌતિક બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ તકે મહાનુભાવો દ્વારા શાળાના બાળકોને શિક્ષણ કીટ અને આંગણવાડીના બાળકોને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.તે સાથોસાથ શાળાઓના ધો.૧ થી ૮ના તેજસ્વી વિદ્યાર્થીઓને અને દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી બાળકોને સામાજિક વનીકરણમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વિવિધ શાળાના આચાર્યાશ્રીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા