BANASKANTHADEODAR

દિયોદર કોંગ્રેસ સમિતિ દ્વારા નવ નિયુક્ત બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબ સિંહ રાજપૂત નો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો…

ગભે થી ગભો લગાવી ને પાર્ટી વધુ મજબૂત કરી શું: ગુલાબ સિંહ રાજપૂત

પ્રતિનિધી દિયોદર.. અહેવાલ કલ્પેશ બારોટ

ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ ની વરણી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગુલાબ સિંહ રાજપૂતની નિમણૂક કરાતા સમગ્ર બનાસકાંઠા કોંગ્રેસ સમિતિ હર્ષ લાગણી અનુભવી રહી છે. જેમાં શનિવારના રોજ દિયોદર કોંગ્રેસ સમિતિ દ્વારા દિયોદર રેસ્ટ હાઉસ ખાતે નવ નિયુક્ત બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ગુલાબ સિંહ રાજપૂત ને ફુલહાર સાફો અને શાલ ઓઢીને સન્માન કરવામાં આવ્યું હતું. જેમા સભા સંભોતા નવ નિયુક્ત બનાસકાંઠા પ્રમુખે જણાવ્યું હતું કે આવનારી ચૂંટણીઓમાં ગભે થી ગભો રાખીને પાર્ટી ને વધુ મજબૂત બનાવીશું તેવું આહવાન કર્યું હતું જેમાં સૌ કોઈ કાર્યકર નો આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા, બનાસકાંઠા જિલ્લા કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ રબારી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જબ્બર સિંહ વાઘેલા, બળવંતજી ઠાકોર તાલુકાના સરપંચો, તેમજ મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે ૧૩ જેટલા નવનિયુક્ત સરપંચો ને પોતાની ગ્રાન્ટ માંથી ત્રણ લાખની સહાય ફાળવી..

દિયોદર ખાતે નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબ સિંહ રાજપૂત નો સન્માન સમારો હ યોજવામાં આવ્યો હતો. જેમાં આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ કે એની બેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સાંસદ દ્વારા આ કાર્યક્રમમાં 13 જેટલા નવનિયુક્ત સરપંચો ઉપસ્થિત રહ્યા હતા તેઓ ને પોતાની ગ્રાન્ટ માંથી ત્રણ લાખની સહાય ફાળવવાની જાહેરાત કરી હતી.

Back to top button
error: Content is protected !!