અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા તાલુકા ના જીવણપુર થી ભીલકુવા ના રસ્તા પર રાત્રીના સમયે અજગર દેખાયો.
મોડાસા તાલુકા ના જીવણપુર થી ભીલકુવા ના રસ્તા પર અજગર દેખાયો. હોવાના વિડિઓ થયા વાયરલ ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે ત્યારે રાત ના 11 વાગ્યા ના સમયે જીવણપુર થી ભીલકુવા ગામ તરફ જતા વાહન ચાલક પોતાની વેગનર કાર લઇ રસ્તા જતા હતા ત્યારે અચાનક ગાડી આગળ રોડ વચોવચ અજગર દેખાતા ગાડી માં રહી પોતાના મોબાઈલ માં તસવીરો કંડારી લઇ સોશિયલ મીડિયા માં વાયરલ કરતા લોકો માં ભય નો માહોલ ફેલાયો હતો. સવારે આ રસ્તા પર ગણા વિદ્યાર્થી ઓ અભ્યાસ અર્થે મરડીયા ની સી એમ સુથાર હાઈસ્કૂલ જતા હોય છે. બીજા ચાર પાંચ ગામના વાહન ચાલકો આ રોડ પર પસાર થાય છે ત્યારે વન વિભાગ દ્વારા અજગર ને પકડી લેવા માં આવે તેવી સમગ્ર પંથક ના લોકો ની માગ ઉઠવા પામી છે