વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*આગંણવાડીમા ૧ અને બાલવાટીકામા ૧૪ ભુલકાઓને શિક્ષણ કીટ આપી કરાયુ નામાંકન:*
બાળકોને પાયાનુ શિક્ષણ મળી રહે તેમજ દીકરીઓમા સાક્ષરતાનુ પ્રમાણ વધે તે હેતુથી રાજ્ય સહિત ડાંગ જિલ્લામા ચાલી રહેલા શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે, ડાંગ જિલ્લાના પ્રાયોજના વહીવટદાર શ્રી આંનદ પાટીલના હસ્તે ભાપખલ ગામમા આગંણવાડીમા ૧ અને બાલવાટીકામા ૧૪ ભુલકાઓને શિક્ષણ કીટ આપીને શાળા પ્રવેશ કરાવાયો હતો.
પ્રાયોજના વહીવટદાર આંનદ પાટીલે નવાગંતુક બાળકોને સ્કુલ બેગ, નોટબુક, ચોકલેટ સહિતની શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.
આ પ્રસંગે પાટીલે જણાવ્યુ હતુ કે, રાજ્ય સહિત ડાંગ જિલ્લામા પણ શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામા આવ્યો છે. ત્યારે આજે પ્રવેશ મેળવનાર બાળકો નિયમિત શાળામા આવે તે ખુબ જ જરૂરી છે. શાળા સાચા અર્થમા જ્ઞાનનું મંદિર છે. જ્યા બાળકોને જીવનમા અતિ ઉપયોગી સાચા અને સારા સંસ્કાર પ્રાપ્ત થાય છે. જે ભવિષ્યમા તેમને સારા અને જવાબદાર નાગરિક બનાવશે.
સામાજિક કાર્યકર હીરાભાઈ રાઉતે જણાવ્યુ હતુ કે, દેશના બાળકો એ આવતી કાલનુ ભવિષ્ય છે. બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવા અભિગમ સાથે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેમજ શાળામા નિયમિત દરરોજ આવવાનો રસ દાખવે એ હેતુથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી પર ખાસ ભાર મુકવામા આવ્યો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ એ એક કાર્યક્રમ ન રહેતા સર્વે સમાજનો લોકોત્સવ અને જનઆંદોલનનો ઉત્સવ છે.
દરમિયાન શાળાના ૧૦૦ ટકા હાજરી ધરાવનાર બાળકો તેમજ પરીક્ષાઓમા ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા આવ્યા હતા. તેમજ શાળાના પ્રાંગણમા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તાલુકા સદસ્ય શ્રીમતી કમળાબેન રાઉત, સંશોધન અધિકારી જૈનિશભાઇ અનઘણ, લાયઝન અધિકારી સુશ્રી બિન્દુબેન ગાવિત, શ્રી સુનિલભાઇ ભોયે સહિત શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામા વાલીઓ હાજર રહ્યા હતા.