તા.૨૯.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ નગર માં આવેલ કેળવણી મંડળ સંચાલિત બી.એમ સ્કૂલમાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલ શાળામાં ડોનેશન અને દાન, ફીના નામે પઠાણી ઉઘરાણી
એક બાજુ સરકાર દરેક સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાતા હોય છે કે કોઈ બાળક શિક્ષણથી વંચિત ના રહે અને બીજી બાજુ ડોનેશન અને દાનના નામે સ્કૂલો પૈસા ઉઘરાવતી હોય છે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર દ્વારા ફતેપુરામાં પાસંગિક ઉદબોધન આપતા રહે છે કે માતા-પિતાએ પોતાના બાળકોને ફક્ત સમયસર અને દરરોજ શાળાએ મોકલવાની જવાબદારી જ નિભાવવાની છે કારણ કે બાળકોના અભ્યાસની ચિંતા આપણી સરકાર કરીને તે માટેની તમામ વ્યવસ્થા કરી છે ઝાલોદ નગર માં આવેલ કેળવણી મંડળ સંચાલિત બી.એમ સ્કૂલમાં પ્રાથમિક અને માધ્યમિક અને ગલ્સ સ્કૂલ આવેલ છે જે ઝાલોદ નગર મોટી સંસ્થા ગણવામાં આવે છે જેમાં ભણતા બાળકોને સરકારના ધારાધોરણ મુજબ કોઈ પણ જાતની ફી કે કોઈ અન્ય ખર્ચ પેઠે રકમ વાલીઓ પાસે થી લઈ શકાય તેમ નથી . ત્યારે કેળવણી મંડળ ના સભ્યો તેમજ ત્યાંના શિક્ષકો દ્રારા ત્યાં ભણતા વિદ્યાર્થીઓને.વારવાર પૈસા બાબતે હેરાન કરતા હોય છે અને બાળકો તેમજ વાલીઓ ને બોલતા હોય છે અમે અહીંનું બધો ખર્ચો કરીએ તે તમારે જ આપવા પડશે આમ દરેક ધોરણ વર્ગના 2600 રૂપિયા તેમજ ડોનેશન પેઠ 2000 રૂપિયાની માંગણી કરતા હોય છે જ્યારે વાલીઓ પૈસા આપવાની ના પાડતા હોય તો તેમને સરમજનક શબ્દો બોલતા હોય છે. મંડળ ના સભ્યો દ્રારા તેમજ શિક્ષકો દ્રારા એડમિશન માટે હેરાન કરવામાં આવે છે આ મામલે દાહોદ ડી. ઓ. ઓફિસમાં એક જાગતું નાગરિકે અરજી પણ કરેલ છે અને ઝાલોદ આવેલ અધિકારી ની વાલીઓએ મૌખિક અને લેખિત પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ શિક્ષાત્મક પગલા લેવામાં આવતા નથી અને હજી સુધી નાના બાળકો એડમિશન ન થતા શિક્ષણ થી વંચિત છે .