
નર્મદા : સગીર વયની પ્રેમિકાને ગર્ભવતી બનાવી અસ્વીકાર કરી આત્મહત્યા કરવા મજબૂર કરનાર આરોપીને ૨૦ વર્ષની કેદ ૫૦ હજારનો દંડ
આરોપીએ ભોગ બનનાર સગીર વયની હતી ત્યારે લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવી હતી ત્યારબાદ બાળકીનો જન્મ થતાં આરોપીએ ભોગ બનનારને નહીં સ્વીકારતા આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું
રાજપીપળા કોર્ટે આરોપીને ૨૦ વર્ષની કેદ ૫૦ હજાર દંડ તેમજ દીકરીના નામે 7 લાખનું વળતર વિક્ટિમ કોમપેશેશન એક્ટ મુજબ ચૂકવવા હુકમ કર્યો
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લાના દેડિયાપાડામાં બનેલી ઘટના ની હકીકત એમ છે કે આ કામના આરોપી ઈન્દ્રમણીભાઈ દલસુખભાઈ વસાવા રહે.સોલીયા,ગાયત્રી મંદીર ફળીયુ તા. દેડીયાપાડા ગુનો જાહેર થયાના બે વર્ષ પહેલા ભોગ બનનાર જોડે પ્રેમ સંબંધ હતો અને જે તે સમયે ભોગબનનાર નો ઉંમર ૧૪ વર્ષ ૮ માસ હતી. આરોપીએ ભોગબનનારને લગ્ન ની લાલચ આપી શરીર સંબંધ બાંધી ગર્ભવતી કરેલી હતી. ભોગ બનનારને ડીલીવરી થતા દિકરીનો જન્મ થયેલ હતો અને તે પછી ભોગ બનનાર આ કામના આરોપીના ઘરે જતા તેઓએ જણાવેલ કે, “તુ બિમાર જેવી રહે છે. જેથી હું તને મારી સાથે રાખવાનો નથી.” ત્યાર બાદ ભોગબનનાર અવાર-નવાર આ કામના આરોપીના ઘરે જતી હતી પરંતુ આરોપીએ ભોગબનનારનો સ્વીકાર કરેલ નહીં અને ભોગબનનારને ગાળો બોલી કાઢી મુકતા હતા.સમગ્ર મામલે કંટાળીને ભોગબનનારે જાતે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું
સદરહુ કેસ રાજપીપળાની એડી.સેસન્સ કોર્ટના જજ એ.વી.હિરપરા સાહેબની કોએટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તર્ફે જીલ્લા સરકારી વકીલ જીતેંદ્રસિંહ જે. ગોહીલ નાઓએ ફરીયાદીપક્ષે સાહેદો સાયન્ટીફિક પુરાવાઓ તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટો તથા લેખીત તથા મૌખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાં રાખી ગુના સબબ આરોપીને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની કેદની સજાનો ૫૦,૦૦૦ દંડની સજાનો તથા રૂ. ૭ લાખ વળતર વિક્ટિમ કોમપેશેશન એક્ટ મુજબ વળતરનો હુકમ આજરોજ ફરમાવેલ છે.



