નવસારી મહાનગરપાલિકાની અનોખી પહલ: “MY THELI” ઇનિશિયેટિવ હેઠળ જૂના કપડાં આપો અને મેળવો આકર્ષક થેલી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
“Ending Plastic Pollution Globally” વિષયક અંતર્ગત GULM – MY THELI Initiative ગુજરાત રાજ્ય અર્બન લાઈવલિહૂડ મિશન અંતર્ગત તા. ૦૧/૦૭/૨૦૨૫ થી નવસારી મહાનગરપાલિકામાં આ ઇનિશિર્યેટિવ અંતર્ગત શહેરના નાગરિકો પોતાના જૂના કપડાં આપીને તેમનો પુનઃઉપયોગ કરી પ્લાસ્ટિકના alternatives રૂપે “કપડાની થેલી” બનાવી શકશે. આ યોજના વિના મૂલ્યે રહેશે અને ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી આયોજન કરવામાં આવેલ છે . શહેરના આ ૪ સ્થળોએ દર ગુરુવાર અને શુક્રવારના રોજ આ આયોજન થશે ;(૧)નવસારી મહાનગરપાલિકા સેવા સહન (૨)સિટી સિવિક સેન્ટર, જયશંકર પાર્ટી પ્લોટ સામે (૩) સિટી સિવિક સેન્ટર, વિજલપોર (૪)વિભાગીય કચેરી, કબીલપોર પર દર અઠવાડિયે ગુરુવાર અને શુક્રવારે સમય: સવારે ૧૧:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી “MY THELI” સિટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. જેમાં SHG (Self Help Group)સખી મંડળની મહિલાઓ દ્વારા વિનામૂલ્યે આકર્ષક કપડાની થેલી બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જૂના કપડાં ભેટમાં આપનાર નાગરિકોને આ થેલી આપવામાં આવશે.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એકમાત્ર છે – પ્લાસ્ટિક થેલીના ઉપયોગને ઘટાડવો, અને સરકારશ્રીના RRR (Reduce, Reuse, Recycle) મંત્રને શક્તિશાળી બનાવવો. નવા વસ્ત્રોમાંથી નહિ, પણ જૂના કપડાંમાંથી બનાવવામાં આવતી આ થેલીને શ્રમસૌંદર્ય અને પર્યાવરણ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય. નવસારી મહાનગરપાલિકા નાગરિકોને અપીલ કરે છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં સહભાગી બની પ્લાસ્ટિક મુક્ત નવો નવસારી બનાવવામાં સહયોગ આપે.




