GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “આંગણવાડી પ્રવેશોત્સવ” રાજકોટ કોર્પોરેશન ઘટક ત્રણની આંગણવાડીઓનાં ૯૫૦ બાળકોને દાતાશ્રીઓએ પિગી બેંક ભેટ આપી

તા.૩૦/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

બાળપણથી જ બાળકોમાં બચતની આદત પડે તેવા ઉમદા હેતુથી અપાઈ ભેટ

Rajkot: રાજકોટ કોર્પોરેશનના ઘટક-૩ હેઠળ આવતી તમામ આંગણવાડીઓના ૯૫૦ જેટલા બાળકોને દાતાશ્રીઓ તરફથી પિગી બેંક (ગલ્લા) ભેટ અપાયા હતા.

બાળવિકાસ યોજના અધિકારીશ્રી પૂજાબેન જોષી તેમજ સ્ટાફનાં પ્રયત્નોથી આંગણવાડીમાં નવા પ્રવેશ મેળવતા તમામ ૯૫૦ બાળકોને દાતાશ્રીઓ લલિતભાઈ મજેઠીયા, પુનિતભાઈ દેસાઈ અને નીલભાઈ મહેતાના આર્થિક સહયોગથી પિગી બેંક ભેટ અપાઈ હતી.

બાળકો જરૂરિયાત મુજબ પૈસા વાપરે સાથે બાળપણથી જ તેઓમાં બચતની ટેવ પડે તે ઈચ્છનીય છે. એક સમયે માટીનાં ગલ્લા બાળકો માટે બચતની બેંક કહેવાતા હતા. ઘરે આવતા કોઈ મહેમાન કે વાલીઓ પૈસા આપે તે પૈસા બાળકો ગલ્લામાં મુકી બચત કરતા જોવા મળતા. અત્યારે બજારમાં માટી ઉપરાંત પ્લાસ્ટિક, સ્ટીલ સહિતનાં જુદી જુદી ડિઝાઇનના આકર્ષક ગલ્લાઓ બાળકો માટે આકર્ષણ જમાવે છે. ત્યારે આંગણવાડીનાં બાળકો બાળપણથી જ બચત કરે અને ભવિષ્યમાં પણ તેઓને આ આદત કાયમ માટે રહે તેવા ઉમદા હેતુથી પિગી બેંક (ગલ્લા)ની ભેટ દાતાશ્રીઓએ આપી હતી. આ ભેટ આપવા બદલ ઘટક ૩ના આઈ.સી.ડી.એસ. સ્ટાફ, આંગણવાડી કાર્યકર બહેનો તેમજ બાળકોએ તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!